________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧દર)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ન હોય? એમ કહી દયાલું મુનિએ તે બન્નેને વિધિપૂર્વક સમ્યકત્વ દાન આપ્યું અને સવિસ્તર તેના (સમ્યકત્વના) ગુણ દોષોનું વર્ણન કર્યું, તેમજ તેને આરાધકને સ્વર્ગાદિક સુખ તથા તેના વિરાધકને નકાદિક દુ:ખે પ્રાપ્ત થાય છે એવી રીતે ફલ પણ બતાવ્યું. ત્યારબાદ તે મુનીંદ્ર આકાશમાર્ગે ચાલતા થયા અને કુમારે પણ પોતાના સ્થાનમાં ગયા. પિતાને ઘેર જઈ બન્ને ભાઈઓ પિતાને કહેવા લાગ્યા. હે
- તાત ! આજે અમે યમુનાના તટ ઉપર મણિસિંહ તથા ગયા હતા, ત્યાં સમ્યકત્વરૂપ ટૂલ છે જેનું,
મણિરથની પ્રસરેલા શુદ્ધ મહાવ્રતરૂપી વિશાલ છે ધર્મપ્રવૃત્તિ. સ્કંધ જેને, અતિ વિશાલ સમિતિ અને
ગુણિરૂપી પહેરી શાખાઓ છે જેની, ઇદ્રિના દમનરૂપી છે નવાંકુર જેના, સુરનરના સુખરૂપી છે કુસુમ જેનાં, ધર્યાદિક ગુણરૂપી ગંધ છે જેને, તેમજ રાગરૂપી દાવાનલથી વિમુક્ત, પક્ષીરૂપી ગુણીજનથી શબ્દાયમાન, મોક્ષરૂપી ફલ વડે સંયુકત, ક્ષમારૂપી પૃથ્વીમાં આરૂઢ થએલા, સંસારરૂપી ગ્રીષ્મરૂતુના તાપથી પીડાએલા પ્રાણીઓને શાંતિ આપનાર, દેશનારૂપી શીતલ છાયા કરનાર અને વિનીત જાને કલ્પવૃક્ષ સમાન એવા એક મુનિવરનાં અમને દર્શન થયાં. તે મુનિએ અમારા હૃદયક્ષેત્રમાં મોક્ષરૂપી મહાતરૂના બીજ સમાન સમ્યકત્વની સ્થાપના કરીને શ્રદ્ધારૂપી શુદ્ધ જલ વડે સિંચન કર્યું છે. તે સાંભળી શ્રમણ શ્રેણી મનમાં બહુ ખુશી થઈ બોલ્યો કે તમોએ બહુ સારું કામ કર્યું, પરંતુ આ વાત તમારી માતાને જે પ્રસન્ન પડે તે ઠીક. ત્યારબાદ પુત્રોએ તે વાત પિતાની માતાની આગળ કહી. મા બોલી પત્ર! તમે બને બહુ સ્વેચ્છાચારી થઈ ગયા છે તે કંઈ મહારા જાણવા બહાર નથી. નગરના દરેક વિભાગમાં, ઉદ્યાન, સરેવર
For Private And Personal Use Only