________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૦)
સુપાર્શ્વનાથ ચરિત્ર - શ્રીસુપાર્શ્વપ્રભુ-પક્વલતાની માફક કમરહિતા ( ભ્રમરાઓને હિતકારીશ્વમ એટલે શંકા રહિત) સુંદર ગળાકાર પત્ર (ઉત્તમ વ્રતધારી શુદ્ધ પાત્ર) થી વિભૂષિત અને લક્ષમીના મુખ્ય નિવાસસ્થાન ભૂત કમલિની સમાન એવી મથુરા નામે સુપ્રસિદ્ધ નગરી છે. તેમાં યાચકનાં મનોવાંછિત પૂરવામાં કુબેર સમાન અને નાગરિક લેકમાં બહુમાન પામેલે વૈશ્રમણ નામે સમ્યકરષ્ટિ શ્રેષ્ઠી હતો. બહુ સુંદર રૂપવાળી રૂપિણે નામે તેની સ્ત્રી હતી. પરંતુ તે મિથ્યાત્વહિત હતી, છતાં પણ પિતાના પતિને બહુ વહાલી હતી. વિવિધ વિષયસુખ અનુભવતાં તેઓને યેગ્ય સમયે સુંદર રૂપવાળા મણિસિંહ અને મણિરથ નામે અનુ. કમે બે પુત્ર થયા. રામલક્ષ્મણ વચ્ચેને જે પ્રેમ શાસ્ત્રમાં વર્ણવ્યું છે તેવો
નેહ જન્મથી જ તે બંને ભાઈઓને મુનિઉપદેશ. બંધાયે. અન્યદા આનંદથી બન્ને ભાઈઓ
યમુના નદીના કિનારે કીડા કરતા હતા, તેવામાં ત્યાં સુંદર કાંતિવાળા એક ચારણમુનિ પધાર્યા. સાક્ષાત કામદેવ સમાન તેજસ્વી તે મુનીંદ્રને જોઈ ગુરૂભક્તિના પ્રેમથી અપાર આનંદરસમાં નિમગ્ન થએલા તે બન્ને જણા નમસ્કાર કરી મુનિની આગળ બેઠા. મુનિશ્રીએ ધર્મલાભ આપી કુશલ વૃત્તાંત પૂછયા બાદ વિશેષ પ્રકારે તેઓને હિતકારક એવી જીનેંદ્રકથિત ધર્મદેશનાને પ્રારંભ કર્યો, હે ભવ્યાત્માઓ! ગ્નાદિ અપાર આ ભવસાગરમાં ભ્રમણ કરતા તમોએ યુગશમી ધુંસરું અને સમેલ) ના દ્રષ્ટાંત વડે મહા દુઃખથી આ મનુષ્યભવ મેળવ્યા છે. તેમાં પણ ઉત્તમ એવું આર્યક્ષેત્ર, શ્રેષ્ઠ જાતિ અને કુલ વિગેરે સંપત્તિઓ પ્રાપ્ત થઈ છે, વળી સર્વ ઇદ્રિની પટુતા પણ તહારા પુણ્યબળથી તમને પ્રાપ્ત થઈ છે. તેમજ અન્ય પણ જે
For Private And Personal Use Only