________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિસિંહ કથા.
(૧૫૯) અપૂર્વકરણના ક્રમ સહિત ક્ષપકશ્રેણી આરાધી અતિ દસ્તર મોહરૂપી મહાસાગરને કીડામાત્રમાં તરી ગઈ. ત્યારબાદ વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી આંતરિક શત્રુઓનો ઉછેર કરી અતિ નિર્મળ કેવળ જ્ઞાનવડે હસ્તામલકવત્ સમસ્ત ભુવનેને અવલોકન કરતી એક માસ અનશન પાળી ઉત્તમ સાધ્વીઓ સહિત ચંપકમાલા વિલંબ રહિત મોક્ષસુખ પામ્યાં. इति श्री सम्यक्त्वप्रशंसायां चंपकमालाकथानकं समाप्तम् ॥
मणिसिंहकथा.
શંકાતિચાર. દાનવિરત રાજા–ભગવન્! સમ્યકત્વને મહિમા આપે
અપૂર્વ વર્ણવ્યો, પરંતુ તે સિવાય ધર્મારા
* ધન કરવાથી આત્મસિદ્ધિ થાય ખરી ? શ્રી સુપાર્શ્વપ્રભુ–રાજન ગ્રહાદિકને આધાર આકાશ, અમૂલ્યરત્નનો આધાર રેહણાચળ અને નદીઓને આધાર જેમ સમુદ્ર ગણાય છે તેમ શિવસુખનો આધાર સમ્યકત્વ છે. વળી જેમ મુનિઓને ઉપશમ, ધનાઢય પુરૂષોને દાન અને સ્ત્રીઓને શીલવ્રત ઉત્તમ વિભૂષણ ગણાય છે, તેમ ગૃહસ્થાશ્રમી અને મુનિએને સમ્યકત્વ અપૂર્વ અલંકાર ગણાય છે. માટે હે નરેંદ્ર! જે પુરૂષ જીન ધર્મમાં શંકિત થઈ સર્વથી અથવા તે દેશમાત્રથી સ. મ્યકત્વને મલીન કરે છે, તેનું મણિસિંહની માફક સર્વ ધર્માનુષ્ઠાન નિષ્ફલ થાય છે.
દાનવિરત–પ્રભે ! તે મણિસિંહ કેને પુત્ર ? અને તેણે કેવી રીતે સમ્યકત્વની મલિનતા કરી વિગેરે કૃપા કરી કહે.
For Private And Personal Use Only