________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચપકમાલા કથા.
( ૧૫૭ )
છે. તેા પછી તેમાં પુરૂષાર્થપણુ ક્યાં રહ્યું? પ્રિય પુત્ર ! રાગ દ્વેષ રહિત એવા જીનેશ્વર ભગવાને જે ધર્મ કહ્યો છે તેજ ખરા પુરૂષાર્થ ગણાય છે, અને ધર્મ પણ તેજ ગણાય છે. માટે વત્સ! પ્રમાદ રહિત હારે હમેશાં આત્મધર્મની પ્રવૃત્તિ કરવી, અને સમસ્ત પ્રજાને પેાતાના અપત્ય સમાન માનવી એમ જીનાત ધમાં કહ્યું છે. આ નિયમ કદાચિત્ રાજધર્મની અપેક્ષાએ હારાથી ન પાળી શકાય તાપણ તેમાં પ્રયત્ન છેડવા નહીં. પુત્ર ! સર્વ કલાઓમાં તું બહુ કુશલ છે, તેમજ જીન ધર્મના અભ્યાસ પણ હું સારી રીતે કર્યો છે, છતાં આજે તને જે શિક્ષા આપવામાં આવે છે તે ખરેખર પુત્ર સ્નેહને લઈનેજ છે. એમ કહી ચંપકમાલા મૈાન રહી. આ પ્રમાણે શ્રવણાંજલિવડે અમૃત સમાન ઉપદેશનું પાન કરી ભુવનાનંદ રાજા ઉભે થઇ પ્રથમ પિતાને નમ્યા ત્યારબાદ દુર્લભદેવી, ચંપકમાલા વિગેરે પાતાની માતાઆને પણ નમ્યા. હવે કુમાર, રાણીએ અને પરિજન સહિત અરિકેસરી રાજાએ મુનીંદ્રના ચરણ કમલમાં જઈ વદન કર્યું. અને પાતાની વૈરાગ્યભાવના જણાવી, ત્યારબાદ મેાક્ષસુખમાં લીન થએલા રાજાએ ચંપકમાલા પ્રમુખ અન્ય રાણીએ સહિત તરતજ દીક્ષા ગ્રહણ કરી, તેમજ સુલસા નામે પ્રાજીકા અને શંકર નામે તેના ગુરૂએ પણ પોતાના સમસ્ત પરિવાર સહિત સૂરીશ્વરની પાસે વિધિપૂર્વક દીક્ષાવ્રત સ્વીકાર્યું. સાક્ષાત્ સંયમની લક્ષ્મી સમાન તેજસ્વી આનદશ્રી નામે મહત્તરા ( પ્રવૃત્તિની ) ને ચંપકમાલા વિગેરે માયિકાઓને સોંપીને સૂરીશ્વરે કહ્યું કે આ સર્વ સાધ્વીઓને યથાર્થ ઉપદેશ આપવા અને ધર્મ પ્રવૃત્તિ કરાવવી. હવે ભુવનાનંદ રાજા પણ અનેદ્ર તથા મુનિઓને વંદન કરી ઘણા હું અને વિષાદથી વ્યાકુલ થયા છતા પેાતાના સ્થાનમાં ગયા, અને ચિંતવવા લાગ્યા કે મ્હારા પિતાશ્રીના સમયમાં
For Private And Personal Use Only