________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
સુપાર્શ્વનાથ ચરિત્ર.
મસ્તકે હાથ જોડી સદગુરૂને વિનતિ કરી, સ્વામિન્ ! દીક્ષારૂપી નાવવડે આ સંસાર સમુદ્રમાંથી હવે મહારે ઉદ્ધાર કરો. સૂરદ્ર બેલ્યા, નરેંદ્ર! નિર્વિઘપણે હારું કાર્ય સિદ્ધ થાઓ. કઈ પણ પ્રકારને પ્રતિબંધ થશે નહીં, તેથી રાજા એકદમ મુનિના અવઝહની પાસે રહેલા ઇસુવાટક(શેરડીના ક્ષેત્ર) માં ગયો, ત્યારબાદ કુમાર, રાણીઓ તેમજ મંત્રી લોકેની સાથે વિચાર કરી રાજાએ કુમારને રાજ્યગાદી પી. મુખ્ય મંત્રીઓને કહ્યું કે આ ભુવનાનંદ કુમારને તહારી સમક્ષ મહેમહારા સ્થાનમાં સ્થાપન કર્યો છે. માટે આજસુધી તમે સર્વે જેમ હારી આજ્ઞા માનતા હતા, તેવી જ રીતે હવે આ કુમારની આજ્ઞા માનવી. એમ કહી પોતાના કંઠમાંથી હાર ઉતારી કુમારના કંઠમાં પહેરાવ્યું, તેમજ રત્નોથી વિભૂષિત અને વિશાલ એ પોતાને મુકુટ પણ તેના મસ્તકે સ્થાપન કર્યો. ભાલમાં ચંદનનું તિલક કરી પરિવાર સહિત રાજાએ તેને પ્રણામ કરી કહ્યું કે પુત્ર! હવેથી આ સમસ્ત પ્રજાવગને હારી માફક હારે સોમ્યદષ્ટિથી સંભાળવો. તેમજ હે સજજને ! આ નરેંદ્રની આશા હારી આજ્ઞા સમાન જાણું તહારે પણ વર્તવું એ પ્રમાણે પરિજનને ઉપદેશ આપે. દુર્લભદેવી તથા ચંપમાલા વિગેરે રાણીઓએ આશીર્વાદપૂર્વક કુમારના મસ્તક પર અક્ષત નાખ્યા. ચંપકમાલા બોલી, પુત્ર! ક્રમ પરંપરાથી પ્રાપ્ત થયેલું આ રાજ્યરૂપી રૂણ હારા પિતાએ હને સેપ્યું, માટે તેમાંથી ત્યારે પ્રયત્નપૂર્વક મુક્ત થવા નીતિ પ્રમાણે ચાલવું. હે વત્સ ! આ દુનીયામાં અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે ત્રણ પુરૂષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ અને કામ. તેઓમાં પણ અર્થ અને કામ એ બને ધર્મ સેવનથી જ ઉત્પન્ન થાય છે. વસ્તુગત મોક્ષનું કારણ પણ ધર્મ જ છે, અન્ય કેઈ નથી. કારણ કે ફક્ત અર્થ ને કામની સેવાથી તે સાંસારિક દુઃખજ પ્રાપ્ત થાય
For Private And Personal Use Only