________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચપમાલા કથા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
મિથ્યાત્વપકથી ઉદ્ધાર કરી ધર્મ માર્ગોમાં મ્હને સ્થાપન કર્યાં. જેથી આજે ઉભય લેાકના પરમ સાધનામાં હું ઉઘુક્ત થયા છું, હવે રાજ્યકારભાર ધારણ કરવામાં રધર પુત્ર થયા છે. છતાંપણ પૂર્વભવના અભ્યાસથી રાગરૂપી અગ્નિ વડે દુગ્ધ થએલા એવા મારા ઉપર રાગરૂપી સતાપને શાંત કરવા માટે ત્હારા મુખરૂપી સુવર્ણ કલશમાંથી ઉછળતા સંવેગ રસરૂપી જલની વૃષ્ટિ પ્રસરી રહી છે. માટે હવે શરણ હીન અને પુણ્યરહિત એવા આપણે મરણુરૂપી સુભટના હાથમાં ન સપડાઇએ તેટલા સમયમાં જલદીથી પેાતાનું આત્મહિત કરી લેવું ઉચિત છે.
આ સમય બહુ લાભના છે એમ જાણી ઘણા મુનિઓના પરિવાર સહિત ઉત્તમ જ્ઞાનધારક જીતસા શ્રુતસાગરમુનિગર નામે સૂરીશ્વર ત્યાં ન ંદનવનમાં પધાર્યા. અને રાજદીક્ષા. ઉદ્યાનપાલે અરિકેસરી રાજાને સમાચાર આપ્યા. રાજાએ પણ બહુ ખુશી થઇ પારીતેષિક દાન આપી ઉદ્યાનપાલનું દરિદ્ર દૂર કર્યું, ત્યારમાદ રાજાએ સાત આઠ ડગલાં સૂરીંદ્રની સન્મુખ ગમન કરી પ્રેમપૂ ક નમસ્કાર કર્યા. દેવાથી પરિવ્રુત ઇંદ્રની માફક પેાતાની રાણીએ, ભુવનાનંદ કુમાર અને અન્ય મંત્રી પ્રમુખ નાગરિક લેાકા સહિત રાજા પણ ગજેંદ્ર ઉપર આરૂઢ થયા. ઉછળતી આનંદની લહેરાથી રાજાનું સર્વ શરીર રોમાંચિત થઇ ગયુ તેથી જાણે સમગ્ર શરીર જટાધારી થયું ડાયને શુ' ? એવી ઉત્કંઠા સહિત વિનયવાન્ રાજા પાંચ પ્રકારના અભિગમપૂર્વક સૂરિ મહારાજની પાસે ગયા. ચંપકમાલા, દુલ ભદેવી વિગેરે અંતઃપુર સહિત પેાતે સૂરીશ્વરના ચરણાવિંદમાં વંદન કરી ભૂમિ ઉપર બેઠા. સૂરીશ્વરે ધર્મ લાભ આપી મેઘ સમાન ગંભીર વાણીવડે સમસ્ત સ ંસાર સ્વરૂપની સવિ સ્તર વ્યાખ્યા કરી સારી રીતે સર્વને સમજાવ્યા. તે સાંભળી રાજાએ
For Private And Personal Use Only