________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
સુપાર્શ્વનાથ ચરિત્ર. ભ્રષ્ટ કરે છે તેવા વિદ્વાની પણ જીહાંરેખા દૂર કરવી જોઈએ. વળી પુરૂષાકારને ધારણ કરતા અને તૃણમય પુરૂષની માફક વર્તતા એવા તેઓને વિશેષ શું કહેવું? હાહા! રે જીવ! તું અનાર્ય કાર્યમાં ઉઘુકત થયેલ છે. અમે અધિક શું કહીએ. મહાકણે જીન શાસન પ્રાપ્ત થયું છે તેને તું વૃથા ગુમાવે છે. અને વિષયસુખમાં રાચી રહે છે. વળી મર્દોન્મત્ત હસ્તિની માફક શુભ શીલરૂપી
હેટી વનરાજને મૂળથી ઉખેડી નાખે છે, અને દેશનારૂપી તીક્ષણ અંકુશના પ્રહારથી ચેતતા પણ નથી. હે હતાશ હૃદય ! જેનમત પામી માર્ગોતરમાં ભૂલે પડીને જે વિષયસુખની વાંછા કરે છે, તે તે જીવન માટે હલાહલ વિષપાન સમાન છે. રે જીવ! તું જાણવા છતાં પણ વિષયેમાં સુખ શોધે છે તેથી એમ જણાય છે કે તું વિષપાન કરવાથી મૂછિત થયો છે. અથવા તે શું ધંતુરાને રસ પીધો છે? અથવા તે તું શું મહરાજાના પાશમાં ફસાયે છે? વિશેષ શું કહેવું? હારી નિપુણતાને ધિક્કાર છે. ત્યાર ગુણેનો મહિમા પણ નિરર્થક છે. કારણ કે તું વિવેકી થઈને પણ વિષયભેગની ઈચ્છા કરે છે. બુદ્ધિને નાશ કરવાથી વિષ સમાન અને છેદન કરવાથી પણ સમાન તેમજ યશને મલિન કરવાથી મષિ સમાન એવા વિષયને જાણી તેઓને ત્યાગ કરવો. રે જીવ! ક્ષણમાત્ર પણ વિષયમાં મન રાખવું ઉચિત નથી. આ જીવન ઇન્દ્રધનુષ સમાન અતિ ચંચળ હોવાથી વિષયમાં તૃણું રાખવી તે વૃથા છે. રે જીવાત્મન્ ! આ પ્રમાણે લક્ષ્ય પૂર્વક મનને સ્થિર કરી નિરંતર ભવસ્વરૂપનું ધ્યાન કરવું, જેથી કરીને જરા મરણને દૂર કરનાર વૈરાગ્યરસ પ્રાપ્ત થાય. આ પ્રમાણે પિતાની સ્ત્રીનાં વચન સાંભળી તત્કાલ વૈરાગ્યભાવમાં રક્ત થઈ અપાર હર્ષને લીધે રોમાંચ ધારણ કરતે અરિકેસરી રાજા સ્નેહ પૂર્વક ચંપકમાલા પ્રત્યે બલ્ય, હે પ્રાણપ્રિયે ! પ્રથમ હું
For Private And Personal Use Only