________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કથા.
(૧૫૩) ચંપકમાલાને બીજે પણ પુત્ર જન્મે, જેનું કુમાર કરિસિંહ એવું નામ પાડયું, બાદ એક કન્યા જન્મી તેનું નામ જયસુંદરી પાડયું. એમ કેટલાક સમય વ્યતીત થતાં એક દિવસે ચંપકમાલાએ પોતાના પતિને કહ્યું, નરેવર ! આપને દિક્ષા ગ્રહણ કરવાને આ અમૂલ્ય સમય ચાલ્યો જાય છે. નરેંદ્ર બોલ્યા, તહારૂં વચન સત્ય છે, પરંતુ તે મૃગાક્ષી ! કર્મબળને લીધે અદ્યાપિ હારા મુખ કમળના અવલોકનથી હું તૃપ્ત થયા નથી. ચંપકમાલા બેલી, સ્વામિન્ ! આવું વચન બોલવું તે આપને ઉચિત નથી માટે આવા ઉપદેશ વડે જીવાત્માને હિતશિક્ષા આપે. તે શિક્ષા આ પ્રમાણે-હા ! હા ! રે ! હીનગતિવાળા જીવ! દુર્લભ એ આ મનુષ્યભવ પામીને પણ જે સ્ત્રીઓને માટે તું તે હારી જાય છે તે સ્ત્રીઓમાં હૈ શું સુંદરપણું જોયું? જે મધ્યમાં છે તે જે બહાર હોય અને જે બહાર છે તે જ મધ્યમાં હાયતે સ્ત્રી અને કુતરીના શરીરમાં શે વિભેદ છે? અર્થાત્ બને સમાન ગણાય છે. ચર્મ, અસ્થિ (હાડકાં) માંસ અને રૂધિરમય, તેમજ મૂત્ર, આંતરડા, નસ અને ચરબીની દુર્ગંધથી વ્યાસ એવા સ્ત્રીના દેહમાં શું સુંદરપણું છે? કામદેવરૂપી દુભેધ અને દુરાચારી એવા ભિલના બહુ તીણ ભાલાઓથી જે વીંધાય છે તે પુરૂષજ સ્ત્રીઓના મનહર શરીરને સ્પર્શ કરવામાં આસક્ત થાય છે. રે જીવ! જેવી તરૂણી ઉપર હારી પ્રીતિ છે તેવી જે જૈનધર્મમાં રાખે તે તેજ ભવમાં તું મુક્તિસ્થાન પામે તેમાં કંઈ સંશય નથી. વળી રે જીવ ! સ્ત્રી જન ઉપર સ્નેહબંધન કરવામાં શે સાર છે? તેનાથી શું કલ્યાણ થવાનું છે? આકાશમાંની વિજળીની માફક જેઓને સ્નેહ અતિ ચંચળ દેખાય છે, તેમજ કટાક્ષ દષ્ટિથી જોતી, અસ્થિર વિવેક સ્નેહને વહન કરતી અને અશુચિની કોટડી સમાન એવી અબળાઓ જેઓને સવથી
For Private And Personal Use Only