________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૨ )
સુપાર્શ્વનાથ ચરિત્ર.
માચિત નીતિ પ્રમાણે પેાતાના અધિકારી જનાને આજ્ઞા આપી અને મેાક્ષસુખના મુખ્ય સાધનરૂપ સાધર્મિક વાત્સલ્યને પણ કરે છે. તેમજ જૈન સિદ્ધાંતનાં તત્ત્વા નિર ંતર સાંભળે છે. ગુન્હેગાર દુષ્ટજનાને પણ મરણાંત શિક્ષા કરતા નથી, સત્ર ‘ અમારી ’ શબ્દના પડઘા વગડાવે છે. શ્રાવક લેાકીના દાણવેરા સર્વથા અંધ કર્યાં. એ પ્રમાણે ચંપકમાલા સહિત રાજા ધર્મ પરાયણ થઇ સમ્યક્ પ્રકારે નીતિ મુજખ રાજ્ય પાલન કરે છે, અને હુ ંમેશાં પુણ્યકાર્યોમાં સ્વચ્છ બુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે.
ત્યારબાદ વિષયસુખ ભાગવતાં અનુક્રમે ચપકમાલા સગર્ભા થઇ, અને ગર્ભ ના દિવસેા પૂર્ણ થયે છતે જીવનાનંદના પૂર્વ દિશાની માફક ચ ંપકમાલાએ લાલકાંતિ જન્મ તથા મય સૂર્ય સમાન ઉત્તમ લક્ષણવાળા પુત્રને આત્માય. શ્રેષ્ઠ મુહૂત્ત માં જન્મ આપ્યા. પ્રિયવદા નામે અંત:પુરની દાસીએ પુત્ર જન્મની વધામણી આપી. એટલે રાજાએ મુકુટ સિવાય શરીરે વ્હેરેલાં બાકીનાં સર્વ આભરણા પ્રિયવદાને અર્પણ કર્યો, જેથી હેનું દારિદ્ર પણ દૂર થઈ ગયું. ત્યારબાદ રાજાએ પ્રતિહારને આજ્ઞા આપી કે જીનમંદિશમાં પૂજા તથા પુત્ર જન્મની વધાઇએ કરાવા. તેણે પણ નરેદ્રની આજ્ઞા પ્રમાણે પુરૂષો મોકલી સત્ર મહાત્સવેા પ્રવર્તાવ્યા તેમજ લેાકેાએ ધ્વજ પતાકાઓથી વિભૂષિત દુકાનાની પંક્તિઓ વડે સર્વ નગર સુશાભિત કર્યું. એક માસ પૂર્ણ થયે છતે ઉત્તમ મુહૂત્ત જોઇ મ્હાટા ઉત્સવ સાથે ભુવનાન દ એવુ તે પુત્રનું નામ સ્થાપન કર્યું. અનુક્રમે તે કુમાર સમસ્ત કલાએમાં દક્ષ થયા. સદાચારમાં નિપૂણ અને સમસ્ત જનોને આનદ આપતા એવા તે કુમારની યેાગ્ય અવસ્થા જાણી રાજાએ તેને રાજ્યપદવીની માફક યુવરાજ પદવી આપી. ત્યારબાદ
For Private And Personal Use Only