________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કચા.
(૧૪૩)
લાગે છે, તેથી સજજનેનાં હૃદય બહુ દુઃખી થયાં છે. ચંપકમાલા બોલી, લેકે કેવી રીતે મહને અપવાદ આપે છે? વૃદ્ધા બોલી-તહે કેાઈ વિદ્યાધર સાથે રાત્રિએ કીડા કરે છે. તે સાંભળી ચંપકમાલાએ ચૂડામણિ વિવાનું સ્મરણ કરી તપાસ કરતાં જાણ્યું કે લોકમાં ખરેખર આ અપવાદથી જ હારી અપકીર્તિ ફેલાઈ રહી છે. એમ જાણી ફરીથી ચંપકમાલા બેલી, હે જનની ! પરદુ:ખે દુ:ખી એવા તમ્હારા સરખા સજજનેનાં મુખારવિંદ પ્રફુલ થાય તેવી રીતે આ અપવાદ દૂર કરવા માટે હું કોઈપણ ઉપાય કરીશ. બહુ સારું. એમ આશિષ આપી કુલ વૃદ્ધા પોતાના સ્થાનમાં ગઈ. રાજા પણ પોતાના સમય પ્રમાણે રાણીના નિવાસ ભવનમાં ગયો. ત્યારે ચંપકમાલા અસ્પૃસ્થાન આપી વિનયપૂર્વક બેલી, નરરત્નમાં ચૂડામણિ સમાન હે સ્વામિન્ ! આપના અપાર ગુણેનો પાર પામવા કેઈપણ સમર્થ નથી, આપ બહુ વિવેકી છે. હારે દેષ પ્રત્યક્ષ આપના જોવામાં આવ્યો છતાં પણ અહો! હારી ઉપર આટલી દયા ? ઉચ્છિષ્ટ ભેજનના માફક આપે જ્યારે હારે ત્યાગ કર્યો ત્યારે મહે ચૂડામણ શાસ્ત્રને ઉપયોગ કરી જાણ્યું કે શય્યામાં હારી સાથે ક્રીડા કરતે પરપુરૂષ આપના જોવામાં આવ્યો, તેથી આપનું મન મહારા ઉપરથી ઉતરી ગયું, અને લોકમાં હારી અપકીર્તિ પણ ગવાય છે, તે મહે ચૂડામણિથી જાણ્યું છે. માટે હે નાથ ! લોકોની સમક્ષ કેઈપણ પ્રકારે દિવ્ય (પ્રતિજ્ઞા) કરવાની મહને આજ્ઞા આપે. જેથા આ મહારો અપયશ ડંકે શાંત થાય. તેમજ દિવ્યથી ઉત્તીર્ણ થયા બાદ આપને હું સત્ય વાત જણાવીશ એટલે આપ ઇંદ્રજાળ સમાન આ સર્વ હકિકતને અસત્ય માનશે. રાજા બોલ્યા, તે દિવ્ય ત્યારે ક્યારે કરવું છે ? ચંપકમાલા બેલી, પ્રભાતકાલમાં કરવાને હારે વિચાર છે. રાજા બોલ્યા,
For Private And Personal Use Only