________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કચા.
(૧૪૧) વિનયાદિક ગુણે, લજજા, માન, મર્યાદા, સેંકડે મધુર વચન, તીર્ણ અથવા કેમલ વાણી, વૈભવ, વન અને આદરપૂર્વક
સ્મરણ કરવાથી પણ સ્ત્રીઓનું હૃદય ગ્રહણ કરી શકાતું નથી, અર્થાત તે સર્વથા દુર્ગાદા છે. કામથી વિમૂઢ બની જે પુરૂષ યુવતિ વર્ગમાં સદભાવ માને છે તે અજ્ઞાની જન દૂસ્તર એવા દુ:ખસાગરમાં ડુબે છે. એમાં કંઈપણ સંદેહ નથી. આ સ્ત્રી જૈનસિદ્ધાંતમાં પ્રવીણ, વિશુદ્ધ કુલમાં જન્મ અને ધૈર્યગુણમાં અગ્રણી છે તે પણ આવી કુશીલા છે તે અન્ય સ્ત્રીઓની શી વાત ? એમ જાણું રાજાનું મન તેના ઉપરથી વિરકત થયું અને તેણે વિચાર કર્યો કે જરૂર આ સ્ત્રી ભોગવવા લાયક નથી. પરંતુ એને બોલાવવી તે જોઈએ, કારણ કે મહુને જૈન ધર્મમાં સ્થાપન કર્યો એ એક મહેાટે ઉપકાર તેણીએ કર્યો છે અને તેને પ્રત્યુપકાર મહારાથી અનંત ભવમાં પણ થઈ શકે તેમ નથી. કાગડાથી ઉચ્છિષ્ટ થયેલા ભેજનની કઈ પણ ઈચ્છા કરે ખરું? અથવા ભિક્ષાન્નથી સ્પષ્ટ થએલું એવું અમૃત પણ વિદ્વાનને ભોગવવા લાયક રહેતું નથી. એ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ તેની સાથે સંભોગ ન કરે એવું પિતાના હૃદયમાં ગુપ્ત રાખી બાહ્યવૃત્તિ ગોપવીને ચંપકમાલાની પાસે ગયો. સ્વામિને આવતા દેખી ચંપકમાલા પૂર્વની માફક હસ્ત જેડી એકદમ આસન ઉપરથી ઉભી થઈ. નરેંદ્ર પણ શયનાસન ઉપર આરૂઢ થયે. ક્ષણમાત્ર તેણની સાથે વાર્તાલાપ કરીને રાજા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયે. એ પ્રમાણે દરરોજ તે વાર્તાલાપ કરે છે પરંતુ સંગ કીડા કરતા નથી. તેથી ચંપકમાલા વિચાર કરવા લાગી, પ્રદીપની માફક મંદ નેહવાળે રાજા ક્ષણમાત્ર દર્શન આપી પોતાના સ્થાનમાં જાય છે તેનું શું કારણ? એમ વિચાર કરતાં તેણીએ શબ્દોચ્ચાર પૂર્વક ચૂડામણિ વિદ્યાને ઉપયોગ કર્યો. તેથી આ સમગ્ર કાર્ય
For Private And Personal Use Only