________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હોય તે આ જગત્માં કેઈપણ પુત્રહીન રહેજ નહીં. માટે તમે વૃથા આડંબર કરી લેકેને ભ્રમમાં શા માટે નાખે છે? “વળી કાલિકાની પૂજ” વિગેરે જે કહ્યું તેમાં કાલિકા એટલે શું? માંસ મદિરામાં જે લુબ્ધ હોય તે શું દેવી કહેવાય ? વળી હે પ્રવ્રાજકા? અરેંદ્ર ભગવાન અને તેમના મતાનુયાયિઓ વિના અન્યને હું નમતી નથી, જેએએ હસ્તીંદ્રની સ્વારી કરી હોય તેવા કેઈપણ ગધેડા પર બેસે ખરા? એ પ્રમાણે અનેક યુકિતઓ વડે તે ધૂત્તને ઘણે તિરસ્કાર કર્યો, પરંતુ ત્યાંથી તે ઉઠી નહીં, એટલે ચંપકમાલાની આજ્ઞાથી પ્રતિહારીએ બે હાથ પકડી ધક્કા મારી હેને ત્યાંથી કાઢી મૂકી. ત્યારબાદ પ્રચંડ ક્રોધાયમાન થએલી પ્રવ્રાજકાએ પ્રથમ સિદ્ધ
કરેલી એવી વિદ્યાદેવીનું સ્મરણ કર્યું એટલે ચંપકમાલાને તરત જ તે દેવી પ્રગટ થઈ, અને તેની આગળ ત્યાગ. આવી બાલી ભગવતિ! મહારું સ્મરણ શા માટે
કર્યું? પ્રવ્રાજકા બોલી–આ અરિકેસરી નરેં. દ્રની ભાર્યા ચંપકમાલા પોતાના જ્ઞાનગર્વથી ઉદ્ધત બની મહારી પણું અવજ્ઞા કરે છે, માટે રાજા તેને ત્યાગ કરે અને તે શારીરિક તેમજ માનસિક અનેક દુઃખને ભેગવે તેવી રીતે શીલ સંબંધી કલંક તેનું લેકમાં જાહેર થાય તેમ કરે. એ પ્રમાણે તેની આજ્ઞાને સ્વીકાર કરી રજા લઈ વિદ્યાદેવી રાત્રિએ ચંપકમાલાના શયન ભવનમાં ગઈ અને તેની સાથે ક્રીડા કરતે કેઈક પુરૂષ ત્યાં આવેલા રાજાને બતાવ્યું. રાજા સાવધાન થઈ તેને જુવે છે તેટલામાં તે પુરૂષ અકસ્માત અદષ્ટ થઈ ગયે. રાજા તે જોઈ ચકિત થયા અને વિચાર કરવા લાગ્ય, સુંદર રૂપ વૈભવથી વિમેહિત થએલે કેઈપણ આ વિદ્યાધર આ સ્ત્રીએ ગુપ્ત રાખેલે છે, અહો ! સ્ત્રી સ્વભાવને અનેકવાર ધિક્કાર છે. ઉત્તમ નેહ,
For Private And Personal Use Only