________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ને જણાવ્યું કે હે ભગવતિ! કેઈપણ આરોપ મૂકી તમે ચંપક માલાને લંકિત કરે, જેથી વિષમિશ્રિતની શંકાથી જેમ મિષ્ટ ભેજન ત્યજાય છે તેમ રાજા ચંપકમાલાને જલદી ત્યાગ કરે. પ્રવ્રાજકા બેલી–સ્ત્રીઓના બહુ ઉત્તમ ગુણેને લીધે રાજાએ હેને બહુ માન આપ્યું નથી, પરંતુ તે મૂહાત્મા રાજા એમ જાણે છે કે મેક્ષાસ્થાનનું મૂલ કારણ જે જીનેક્તધર્મ છે તેમાં મહને ચંપકમાલાએ સ્થિર કર્યો છે. માટે હે દેવી! ચંપકમાલાને પ્રથમ ધર્મથો ભષ્ટ કરીશું એટલે રાજા વિચાર કરશે કે આ સ્ત્રી બહુ ધૂર્ત છે, પોતે બોલે છે તે પ્રમાણે વર્તતી નથી, અને આ સ્ત્રીનું સર્વ પ્રવર્તન માત્ર બેલવામાં જ છે. એ પ્રમાણે નિશ્ચય કરી રાજા હેને ત્યાગ કરશે. તે સાંભળી પ્રવ્રાજકાએ કહ્યું કે હવે હું પ્રથ મ તેજ કાર્યમાં પ્રવર્તે થઇશ, તેનાથી જે આપણું ધાર્યું નહીં બને તે છેવટે તેની ઉપર કલંક મૂકીને પણ તહારો મનેરથરૂપી વૃક્ષ સફલ કરીશ. એમ નિશ્ચય કરી પ્રવ્રાજકા પિતાની મઢીમાં ગઈ, દુર્લભદેવી પણ હંમેશાં તેની વિશેષ સેવામાં પ્રવૃત્ત થઈ. પ્રવ્રાજકા પોતાના હૃદયમાં ચિંતવવા લાગી કે છેતરવાના ઉપાય તે ઘણું છે પરંતુ કયે ઉપાય કરવાથી તે જૈનધર્મને જલદી છેડી દે? હા સમજણ પડી, હેને પુત્ર નથી, માટે પ્રભાતમાં તેની પાસે જઈ આશીર્વાદ આપી હેને સંતુષ્ટ કરી પુત્ર થવાને ઉપાય બતાવીશ, રક્ષાબંધન, ગ્રુપન વિગેરે વશીકરણ પ્રયોગને ઉપચાર કરીશ, અને કાલિકા દેવીની બાધા પણ રખાવીશ. તેથી કરીને જરૂર તે જૈનધર્મથી પતિત થશે. એમ વિચાર કરી પ્રાત:કાલમાં ઉઠી તેવી તરત જ તે ચંપકમાલાના વાસભવનમાં ગઈ. પ્રતિહારીને તે પ્રથમ મળેલી હતી તેથી તેઓ બંનેને પરસ્પર નેહ હતું એટલે તેણીએ પ્રતિહારીને કહ્યું કે મહારે ચંપકમાલા દેવીનાં દર્શન કરવાં છે માટે હેમને વરધી આપે. રાણીની
For Private And Personal Use Only