________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કથા.
(૧૩૫) શાસ્ત્રોમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તેઓ આ લેકના કર્તા નથી તેમજ જગકર્તા છે એમ કહેતા પણ નથી, કેમકે લોકોની ઉત્પત્તિ સ્થિતિ, અને સંહાર કરવાવડે અન્ય દેવોને રાગાદિકની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો તે રાગાદિકથી વિમુખ હોય છે. વલી અન્ય દેવ અને અરિહંતને વિભેદ તેઓની મૂર્તિ એ પણ બતાવે છે તઘથા
इह हि रमणीशस्त्राक्षालीधराः सुरमूर्तयो____ निपुणसुगमान् रागद्वेषभ्रमान् गमयन्त्यलम् । तव पुनरियं त्यक्तासङ्गा तनुः कृतकृत्यतां,
प्रसभमुशती स्वामिन् ! सत्यं प्रवक्ति तदत्ययम् ॥ અર્થ–આ લોકમાં સ્ત્રી, શસ્ત્ર અને અક્ષમાલાથી વિભૂષિત એવા હરિહરાદિક દેવતાઓની મૂર્તિઓ દક્ષ પુરૂષને સુગમ એવા રાગદ્વેષના ભ્રમને સંપૂર્ણ રીતે પ્રગટ કરે છે. વળી સ્વામિન! સર્વસંગરહિત અને અતિ ઉત્કટ રીતે કૃતાર્થપણાને વહન કરતી આપની મૂર્તિ તેઓના દોષ ખુલ્લી રીતે બતાવે છે. ઈત્યાદિક અનેક યુકિતઓથી અમરગુરૂને ચંપકમાલાએ નિરૂત્તર કર્યો કે જેથી અરિકેસરિ સહિત અમરગુરૂએ જૈનધર્મમાં સ્થિરતા કરી. પછી તે બોલ્યા, હે રાજકુમારી ! આ સંસારસાગરમાં નાવ સમાન તું અમને પ્રાપ્ત થઈ અને ઉન્માર્ગે પ્રવૃત થયેલા અમને હૈ જૈનધર્મમાં સ્થાપન કર્યા. એ પ્રમાણે હમેશાં વાર્તાવિનેદ કરતાં અને રિકેસરી રાજાએ યુગ સમાન એવું તે વર્ષ બહુ દુઃખે નિર્ગમન કર્યું. બાદ લગ્નને સમય પ્રાપ્ત થયે એટલે તે ચંપકમાલા સાથે પર, અને તેની સાથે પાંચ પ્રકારના વિષયસુખને અનુભવ ઇંદ્રની માફક ગતકાલને તે જાણતા નથી.
એક દિવસે અમરગુરૂ રાત્રિએ સુતા હતા તેવામાં તેણે સ્વ
For Private And Personal Use Only