________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેઓમાં ધર્મનું મુખ્યપણું છે, કારણકે અર્થ અને કામનું મુખ્ય કારણ ધર્મ જ છે. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે
धर्मादर्थोऽर्थतः कामः, कामात्सुखफलोदयः । आत्मानं हन्ति तौ हत्वा, योयुक्त्या न निषेवते ॥
અર્થ—ધર્મ સેવનથી ધનની પ્રાપ્તિ અને ધનથી કામની પ્રાપ્તિ તેમજ કામથી સુખકારી ફલને ઉદય થાય છે. માટે અર્થ અને કામને ત્યાગ કરી જે પુરૂષ યુકિતપૂર્વક ધર્મ સેવ નથી તેને આત્મઘાતી જાણ. જોકે પુણ્ય અને પાપને અભાવ તે મેક્ષ કહેવાય છે, તો પણ તેનું કારણ પુણ્ય પ્રકૃતિ ગણાય. વિપાક કાર્ય તે લોકમાં સુપ્રસિદ્ધ છે. હે પંડિતવર્ય ! વળી કમપરંપરાથી પ્રાપ્ત થયેલ જે ધર્મ જેઓને હેય તે ધર્મ તેઓને પ્રમાણભૂત ગણુય તે પણ તહારૂં કહેવું અસંગત છે, કેમકે પૂર્વજોની પરંપરાથી દારિદ્રય અને વ્યાધિઓ ચાલ્યા આ વતા હોય તે શું તેઓના વંશજોએ તેઓનો બહિષ્કાર ન કરે ? તેમજ તમેએ જે જનનીનું દૃષ્ટાંત આપ્યું તે પણ અયોગ્ય છે. કારણ કે જે વ્યભિચારિણી માતાનો ત્યાગ કરવામાં ન આવે તે તે પણ પિતાના પુત્રને ઈર્ષ્યાથી મારી નાખે છે એ વાર્તા સર્વ લોકમાં સુપ્રસિદ્ધ છે. તેમજ ઔષધના દૃષ્ટાંતથી તમેએ ગુરૂના ઉપદેશને પ્રમાણભૂત કહ્યો તે ઠીક છે, પરંતુ તે ગુરૂ રાગ દ્વેષથી વિમુક્ત અને પરમાર્થ સ્વરૂપના જ્ઞાતા હોવા જોઈએ, વળી તેવા સર્વજ્ઞ ગુરૂ તે પિતે તીર્થકર ભગવાનજ છે. અથવા તેમના વચનના જાણકાર તેમજ તેમની આજ્ઞામાં વર્ણવાવાળા જેઓ હેય તેઓ ગણાય. વળી એગ્ય સમયે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરનાર અને માત્સર્ય તથા રાગાદિરહિત જેવા આઈ દેવ છે, તેવા અન્ય દેવ નથી એની શી ખાત્રી? એમ અમરગુરૂના પૂછવાથી ચંપકમાલા બેલી, એમાં પ્રમાણ એ છે કે તેઓના દરેક
For Private And Personal Use Only