________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કથા.
(૧૩૩) નરેંદ્ર રાજમહેલ તરફ વળ્યો. અને ચંપકમાલાને રહેવા માટે એક મહેાટે સુંદર મહેલ આપ્યો કે જેમાં રહેલી ચંપકમાલા હંમેશાં પિતાના સ્થાનમાં રહેલા નરેંદ્રના નેત્રને આનંદ આપે છે. રાજા પણ નિરંતર ચંપકમાલાની પાસે જાય છે. એક દિવસે રાજા અમરગુરૂને સાથે લઈ ચંપકમાલાની પાસે ગયા. ત્યારબાદ અમરગુરૂએ પૂછયું, રાજપુત્રી! આજે કલા વિચારના સંબંધમાં કંઈક વિવેચન કરે. ચંપકમાલા બોલી, આ દુનીયામાં પાખંડી જનેએ જે અનેક પ્રકારના ધર્મ રચ્યા છે, તેમાંથી તમને કયે ધર્મ સંમત છે? ત્યારે અમરગુરૂ બલ્ય, આ પ્રમાણે સંબંધ વગરનું તમે કેમ બેલે છે? ચંપકમાલા બેલી, શું ધર્મ સંબંધી પ્રશ્ન અપ્રસ્તુત ગણાય? વળી શું તમે ધર્મને કલા નથી માનતા ? આલોક અને પરલોકમાં સુખદાયક તો ધર્મ એજ મુખ્ય કલા છે. તેમજ જેઓ સર્વકલાઓમાં શ્રેષ્ઠતર એવી ધર્મકલાને નથી જાણતા તેઓ બતેર કલાઓમાં નિપુણ હેય તે પણ અપંડિતજ જાણવા. અમરગુરૂ બોલ્યા, આ બાબતમાં કોઈપણ વિશેષ વિચારની જરૂર નથી, કેમકે જેના પૂર્વ પુરૂષોએ જે ધર્મ આચર્યો હોય તે તેને ધર્મ જાણો. પિતાની માતા સુશીલા છે અથવા દુઃશીલવાળી છે તેને વિચાર કરવો પણ નિરર્થક છે, તેમજ ઔષધ વિષયમાં જેમ વૈદ્યને ઉપદેશ પ્રમાણભૂત ગણાય છે તેમ પોતાના ગુરૂજનોએ જે યજ્ઞાદિક ધર્મ જેઓને કહ્યો હોય તે જ ધર્મ તેઓને માન્ય છે. આવા અનર્થ ચિંતવનનું હાલમાં આપણે શું કામ છે? એમ કહી અમરગુરૂ ધમ વાદમાં મન રહ્યો. ત્યારબાદ કેયેલ સમાન કંઠવાળી ચંપકમાલા બેલી, જોકે તહારૂં કહેવું બહુ સુંદર છે, તે પણ આપના સરખા પંડિત પુરૂષને આ પ્રમાણે બોલવું અનુચિત છે. કારણકે ઉત્તમ પુરૂષાર્થરૂપ ધર્મ સંબંધી વિચાર કરે તે ગણાય છે. વળી તે પુરૂષાર્થ ત્રણ પ્રકારનો છે,
For Private And Personal Use Only