________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. કેઈ કારણને લીધે મરુસ્થલમાં રાજહંસનાં દર્શન થાય અને પામરને હાથીની પ્રાપ્તિ થાય, તથાપિ તેઓની એવી યોગ્યતા હતી નથી કે જેથી તેઓ બહુ સમય સુધી તેઓને ત્યાં રાખી શકે. માટે આપના નગર તરફ આપ જ્યારે પ્રયાણ કરશે ત્યારે અમારી પુત્રી ચંપકમાલા પણ આપની સાથેજ આવશે, વળી તેની સાથે સ્વારા પ્રધાન પુરૂષે પણ આવશે અને તેઓ નૈમિત્તિકે બતાવેલા મુહર્ત પ્રમાણે આપની સાથે કન્યાનું લગ્ન કરાવશે, એમાં કઈ પ્રકારને સંદેહનથી. આ પ્રમાણે સંભાષણ થયા બાદ અરિકેસરી રાજાએ કહ્યું, નરાધીશ! આપ ઉચિત દેશકાલના જાણનાર છે, તેમજ ધીર અને ગંભીર હૃદયવાળા છે, વળી આપ સજજનેમાં ધુરંધર છે. આપની પવિત્ર કીતિને ત્રણે લોકમાં અન્ય કેણ ધારણ કરી શકે તેમ છે? નરેંદ્ર નિરંતર સદ્દભાવ સ્નેહથી, સુંદર એવા રસાયન સમાન આપના વિનયાલાપથી અમે તૃપ્ત થતા નથી. પરંતુ સર્વ મનેરનું એક નિવાસ મંદિર એવી આ ચંપકમાલા જ્યારે અમારા જેવામાં આવતી નથી ત્યારે મહાન કાર્યો ત્યજી દેઈને અમારું હદય અહીં રહે છે. અર્થાત્ કાર્યોમાં અમારું ધ્યાન રહેતું નથી. એમ કહ્યા બાદ લલિતાંગરાજાએ અરિકેસરી નરેંદ્રને ચંપકમાલા સહિત પોતાના દેશ તરફ જલદી વિદાય કર્યો. કેટલાક મુકામ સુધી તે પોતે પણ સાથે ગયે પછી તેની આજ્ઞા લઈને પાછા વળે. જેને રાજ્ય કાર્યભાર પાંચ પ્રધાન ચલાવતા હતા, જેની
અંદર દરેક સ્થાને ધવજ પતાકાએ શોભતી અરિકેસરી અને હતી, જેના બજાર તથા શેરીઓનો દેખાવ ચંપકમાલાને આનંદ આપતો હતો અને જેમાં સંતુષ્ટ વિવાહ તથા થએલી યુવતિઓ મંગળવાદ બોલતી હતી ધર્મચર્ચા. એવા પિતાના નગરમાં અરિકેસરી રાજાએ
પ્રવેશ કર્યો. એ પ્રમાણે મહોત્સવ પૂર્વક
For Private And Personal Use Only