________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કથા.
(૧૩૧ ) વાર, ઉત્તરાફાગુની નક્ષત્રને પ્રથમ ચરણ, હર્ષણયોગ, સૂર્યના નક્ષત્રથી દશમું નક્ષત્ર, વૃષલગ્ન, બવકર્ણ, ઉદયાદિશુદ્ધિયુક્ત બલિષ્ઠ એવા પંચગ્રહ સહિત સૂર્ય અને શુક્ર ઉચ્ચ સ્થાનમાં રહે છતે સૂર્યોદયથી સવા ચાર ઘડીએ લાતાદિદેષ રહિત અતિ ઉત્તમ લગ્ન આવે છે. તે સાંભળી લલિતાંગ રાજાએ તિષિકનું વચન માન્ય કરી લગ્નપત્રિકા લખાવી તે પુરોહિતને આપી. પછી
જ્યોતિષિકને વિવિધ આભરણેથી સત્કાર કરી વિદાય કર્યો. ત્યાર બાદ સભા વિસર્જન કરી અરિકેસરી નરેંદ્રને સ્નાન માટે મજજનશાલામાં લઈ ગયા. અંગમર્દન કરી લક્ષપાક તેલ વડે ખુબ ચેળીને સ્નાન કરાવ્યું. બાદ ટુવાલથી શરીર લુછી નાખી ચંદનનો લેપ કરીને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં. ત્યારબાદ તેને જીનમંદિરમાં લઈ ગયા. દેવપૂજન માટે પુષ્પ, ચંદન વિગેરે પૂજાની સામગ્રી આપી. અનભ્યાસને લીધે માત્ર વ્યવહારથી તેણે પણ પૂજા કરી અને પોતાના પરિવાર સહિત દેવવંદનનો વિધિ કર્યો. પછી ત્યાંથી નરેંદ્રને જમવા માટે ભેજનશાળામાં લઈ ગયા. ભેજન કરી રહ્યા બાદ પાન, સોપારી આપી દીવાનખાનામાં પલંગપર વિરાજમાન થયા બાદ તેમના સમક્ષ પોતાના વડીલ વંશજને કહ્યું કે આવા પુરૂષ રત્નના આગમનથી આ સમસ્ત જને અહીં આવ્યા છે, માટે એઓની પણ માન મર્યાદા સાચવી સારી રીતે સત્કારક્રિયા કરવી જોઈએ. એ પ્રમાણે કહી લલિતાગ મહીપતિએ સર્વેને જમાડી ઉત્તમ વસ્ત્રો પહેરાવી અશ્વ, હાથી, રથ, અને મણિ રત્ન વિગેરે આભૂષણે વડે સત્કાર કરી તેઓને વિદાય કર્યો. ત્યારબાદ લલિતાંગ રાજાએ સુખાસને બેઠેલા અરિકેસરી નરેંદ્રને વિનતિ કરી કહ્યું કે રાજાધિરાજ ! જેકે મહારાં નેત્ર આપના દર્શનરૂપી અમૃતના રસસ્વાદમાં બહુ લુબ્ધ થયાં છે, તેમ છતાં હારે વિચાર એ છે કે આપને અહીં વધારે રોકવા તે ચગ્ય નથી. જેમકે કદાપિ
For Private And Personal Use Only