________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
પામે? વિશેષ પ્રકારે ચૂડામણિશાસ્ત્રને અર્થ વિચારી, યથાસ્થિત સર્વ વૃત્તાંત જાણુંને ચંપકમાલા બોલી, જ્યારે તમે તમ્હારા રાજાની આજ્ઞા લઈ ત્યાંથી અહીં આવવા નીકળ્યા ત્યારે તહારે પુત્ર તમ્હારી પાછળ આવતું હતું તેને જોઈ તમેએ તેને તિરસ્કાર કરી તેને પાછે વાળે, ત્યારથી તે તેના મનમાં પોતાનું અપમાન સમજી પિતાનામિત્ર સાથે બાલક્રીડા કરતે છતે દિવસે વ્યતીત કરતા હતે. અન્યદા કેઈક પ્રસંગે ઉદ્યાનમાં મહોત્સવ થતો હતો તે વખતે ત્યાં જવા માટે સહારા પૂર્વજોની તરવાર પિતાના હસ્તમાં ગ્રહણ કરી મિત્ર સાથે તે ચાલતે થયે. તેટલામાં તેની માતાએ ત્યાં આવી તેને કહ્યું કે પુત્ર! આ ખરત્ન તો પૂજવા માટે જ રાખેલું છે, માટે જે સ્થાનમાં મૂકેલું છે ત્યાંથી તે ચલાયમાન કરી શકાય જ નહીં. જેથી હે વત્સ! આખીને મૂકીને ત્યારે જવું હોય તે સુખેથી તું જા, એમ પોતાની માના કહેવાથી પિતાનું મહાનું અપમાન સમજીઉત્સવમાં જવું બંધ રાખી તે બહુ શોકાતુર થઈ ગયે, તેટલામાં સૂર્ય પણ અસ્ત થયે, રાત્રિએ સર્વ પરિજન તથા તેની માતા વિગેરે નિદ્વાવશ થઈ ગયાં અને તહારે પુત્ર પણ સુઈ ગયે. પ્રાચીન કર્મવશને લીધે સનિદ્રાધીન થયા એટલે તે ધીમે ધીમે શયનમાંથી ઉડી ઉપવનમાં ગયે. અને વાવમાં પડીને તેણે પોતાના દેહને ત્યાગ કર્યો. પ્રભાતકાલમાં તેની માતા વિગેરે ઉડ્યાં, પુત્રને નહીં જેવાથી તેઓએ સર્વત્ર તેને શેધ કરાવ્યું, પરંતુ કોઈપણ સ્થળે તેની ખબર મળી નહીં ત્યારબાદ તેઓએ કુરંગ નામે દૂતને તહારી પાસે મેક છે હાલમાંજ અહીં આવશે, એમ કહીને તે બાલા શાંત રહી તેટલામાં દ્વારપાળની સૂચનાથી કુરંગ પણ ત્યાં આવ્યા, નરેંદ્રને તથા અમરગુરૂને નમસ્કાર કરી જે પ્રમાણે કુમારીએ કહ્યું હતું તે જ પ્રમાણે તેણે સર્વવૃત્તાંતનિવેદન કર્યું. પછી અમરગુરૂ બલ્ય, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનારી અને ત્રણે લોકમાં અલોકિક રૂપવાળી
For Private And Personal Use Only