________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
મી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરવામાં ચંદ્ર સમાન લલિતાંગ નામે રાજા હતે. વળી તે ભૂપતિ લાખ વેરીઓને નિહંતા હતા, તેમજ કમલપત્ર સમાન વિકસ્વર નેત્ર શોભાને ધારણ કરતે, અખિલ કલાઓમાં બહુ નિપુણ અને જનધર્મમાં દઢતર લક્ષ્યધારી, એ તે રાજા નિરંતર દેશની હિતરક્ષામાંજ તત્પર રહેતું હતું. અસાધારણ લજજાવાળી, વિશદશીલગુણવડે લોકોમાં આશ્ચર્ય ઉપજાવતી, સદ્ધર્મની પ્રવૃત્તિ કરવામાં અતિ પ્રેમવાળી અને નિરવદ્ય સ્વભાવથી સુશોભિત એવી પ્રીતિમતી નામે તેની ભાર્યા હતી. તે સ્ત્રીપુરુષ બન્ને જણ પરસ્પર ગાઢ પ્રીતિપૂર્વક વિષયસુખ અનુભવતાં હતાં, અનુક્રમે તેઓને પાંચ પુત્ર અને એક ઉત્તમ રૂપવતી પુત્રી થઈ. પ્રતિ દિવસે શરીરની પુષ્ટિ તથા ગુણેના સંગ્રહવડે પર્વતની ગુફામાં રહેલી ચંપકલતાની માફક તે પુત્રી વૃદ્ધિ પામવા લાગી તેથી તે પુત્રીનું નામ તેના માતાપિતાએ ચંપકમાલા પાડયું. કેટલોક સમય વ્યતીત થતાં તેની યેગ્યતા જાણું લલિતાંગ રાજાએ કુમુદચંદ્ર અધ્યાપકની પાસે તે બાલાને અભ્યાસ માટે મુકી. ચંપકમાલા પણ પિતાની બુદ્ધિ પ્રમાણે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને જ્યોતિષ વિગેરેને બહુ ખંતથી અભ્યાસ કરવા લાગી. એક દિવસે લલિતાંગ રાજા પોતે રાજસભામાં બેઠો હતે.
તેમજ સામંત, મંત્રી, સુભટ વિગેરેથી સભા અમરગુરૂ ચિકાર ભરાઈ હતી, તેવામાં કુણાલા નગઆગમન. રીના અધિપતિ અરિકેસરી રાજાને અમર
ગુરૂ નામે રાજગુરૂ ત્યાં આવ્યું, એટલે દ્વારપાલે રાજાની આજ્ઞા લઈ રાજસભામાં તેને પ્રવેશ કરાવ્યું. રાજાએ પતે ઉભા થઈ આદર સહિત આલિંગન આપી તેને ઉચિત આસને બેસારી અરિકેસરી રાજાનું કુશલ વૃત્તાંત પુછયું. તેટલામાં પિતાની સખીઓ સહિત ચંપકમાલા પણ કલાચાર્યની સાથે
For Private And Personal Use Only