________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની ધર્મદેશના.
(૧૨૩) શ્રવણ કરવાની મહારી ઈચ્છા છે માટે આપ કૃપા કરી જે ફલ થતું હોય તે દષ્ટાંત સહિત અમને સંભળાવે. તે સાંભળી જીનેંદ્રભગવાને પણ તે કહેવાને પ્રારંભ કર્યો.
॥ इतिश्री सुपार्श्वजिन चरित्रे केवलज्ञान श्री प्राप्तिः॥
चंपकमाला कथा.
સમ્યકત્વત્રત. દાનવિરત રાજાએ પ્રભુને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો, ભગવન!
સ્થિરતાપૂર્વક સમ્યકત્વની આરાધના કરસમ્યકત્વફલ. વાથી મનુષ્યને કઈ ગતિ પ્રાપ્ત થાય છે, તે
આપ કૃપા કરી કહે. જગતપ્રભુ બેલ્યા, રાજન ! સમ્યકત્વ એ ધર્મનું મૂળતત્તવ છે, માટે તેમાં સાવધાન રહી સ્થિરચિત્તે જીનશાસનની ઉન્નતિમાં જેઓ ઉકત રહે છે તે ભવ્ય પ્રાણીઓ ચંપકમાલાની પેઠે તેજ ભવમાં મેક્ષગામી થાય છે.
રાજા–ચંપકમાલા કઈ જાતિમાં જન્મી હતી? અને કેવી રીતે સમ્યકત્વ પામી? તેમજ શિવસુખની પ્રાપ્તિ તેને કેવી રીતે થઈ શ્રી સુપાર્શ્વપ્રભુ-જંબુદ્વીપ નામે દ્વીપમાં ભારતક્ષેત્રની અંદર બહ ઉત્તમ શાલ એટલે કિલ્લો, શાલાઓ અને વૃક્ષની વિશેષ રમણયતાને લીધે ત્રણે પ્રકારે વિશાલા એવા નામની સુંદર નગરી છે. જેની અંદર ઉપસર્ગ, ગુરૂલઘુતા, ગુણને બાધ કરનારી વૃદ્ધિ, વણેને નિપાત અને વર્ણવિકૃતિ એ તે માત્ર વ્યાકરણ શાસ માંજ છે; પરંતુ લેકમાં નથી. હવે તે નગરીમાં યાચક જનેના મનવાંછિત પૂરવામાં બહુ દક્ષ અને મનુષ્યરૂપી કુમુદવનને પ્રફુલ
For Private And Personal Use Only