________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૨),
શ્રી સુપાશ્વનાથ ચરિત્ર માત્રમાં દષ્ટ અને વિનષ્ટ થાય છે, વળી વિષયસુખ પણ પરિણામે વિરસ અને બહુ દુ:ખદાયી થાય છે. તેમજ વન વિલાસ પણ ક્ષણમાત્ર રમણીય દેખાય છે. હે નરેંદ્ર! બહુ શું કહેવું ! જીનેન્દ્ર ભાષિત ધર્મ વિના અન્ય કોઈપણ પદાર્થ શાશ્વત નથી, એમ જાણું તે ધર્મનુંજ તું અવલંબન કર, જેથી થોડા સમયમાં તું શિવસુખને જોતા થઈશ. એ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી પરમ વૈરાગ્યયુત વિજય નરેદ્ર દાનવિરત નામે પોતાના કુમારને રાજ્યભાર આપીને પોતે પ્રદપૂર્વક હેટી વિભૂતિ સાથે નેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. દાનવિરત રાજા પ્રભુને નમસ્કાર કરી બે, હે જીનેં!
અમે હંમેશાં રાજ્યકાર્યમાં ઉઘુકત થઈ દાનવીરતરાજાને ગૃહવાસમાં નિમગ્ન થયા છીએ તે અમને પ્રશ્ન. પણ કૃપા કરીને અમારે એગ્ય ઉપદેશ
આપો. જીતેંદ્ર ભગવાન બોલ્યા, નરનાથ! હારે નિરંતર સાવધાન થઈ શ્રાવકધર્મ પાળ.
વળી તે શ્રાવકધર્મ બાર પ્રકાર છે. જેમકે પ્રાણવલ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, દિશાનું પરિમાણ, ભેગે પગ, અનર્થદંડ, સામાયિક, દેશાવળાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ. વળી આ સમસ્ત ભેદના પ્રત્યેક પાંચ પાંચ અતિચાર છે. તેમજ સર્વ ભેદ સહિત આ શ્રાવકધર્મનું મૂલ કારણ સમ્યકત્વ છે, તેના પણ પાંચ અતિચાર છે. માટે છે ભૂપતે! સમ્યકત્વને અંગીકાર કરી નિરતિચાર બાર પ્રકારે શ્રાવક ધર્મની ઉપાસના તું કર. એ પ્રમાણે ભગવાનની વાણી સાંભળી દાનવિરત રાજા બેલે, હે જીનેંદ્ર! જેઓ નિરતિચાર તેમજ
અતિચાર સહિત સમ્યકત્વ અથવા દ્વાદશ પ્રકારને શ્રાવકધર્મ પાળે તેઓને શુભાશુભ કયા ફળની પ્રાપ્તિ થાય છે તે સવિસ્તર
For Private And Personal Use Only