________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની ધર્મદેશના.
(૧૨૧ સફલ કરે. એ પ્રમાણે પ્રધાનના અનુમોદનથી વિજય નરેશ્વરે તત્કાલ પ્રયાણ કર્યું, અનુક્રમે જીદ્રની પાસે ગયા, પંચવિધ અભિગમયુક્ત રાજા રોમાંચિત થઈ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા બાદ વિશેષ ભક્તિભાવથી પરિપૂર્ણ થઈ જગત્ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યું, હે જગત્મ ! જેઓ આ ભુવનમાં મોહરૂપી અંધકારને હરવાવડે સૂર્યના પ્રચંડ પ્રતાપને તિરસ્કાર કરે છે, એવા આપના ચરણેના નખરૂપી મણિઓના કીરણરૂપી દીવાઓ ચિરકાલ જયવંત વ. સ્વામિન્ ! બહુ તીવ્ર પાખંડિ જનથી વ્યાપ્ત એવા આ જગતમાં પ્રાણિઓને આપનું દર્શન પણ અનંત ભવમાં ઉપાર્જન કરેલા પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ભગવન્! આજે મહારાં મનવાંછિત સિદ્ધ થયાં, નાથ ! આજે મહારે જન્મ સફલ થયે. કારણકે આપ બહુ સમયે દષ્ટિગોચર થયા, માટે હે જગદગુરૂ ! શરદચંદ્રની કાંતિ સમાન શીતલ એવી આપની વાણીવડે અમારા ભવરૂપી ગ્રીષ્મ રૂતુના સંતાપને જલદી દૂર કરે, એ પ્રમાણે સ્તુતિ કરી રાજા જીતેંદ્રના મુખારવિંદ તરફ દષ્ટિ પ્રસારીને મન રહો. ત્યારબાદ ભગવાને ધર્મદેશના પ્રારંભ કર્યો, નરેંદ્ર! જે પ્રા
ણીઓ ચોરાશી લાખ યોનિમાં કામણ કરી પુનઃ ધર્મદેશના. મહાકણથી મનુષ્યભવ પામી ધર્મનું આરા
ધન કરતા નથી તેઓને પોતાના આત્માનું અહિત કરનારા જાણવા, કારણકે હસ્તતલમાં રહેલા જલબિંદુની માફક દરેક સમયે આયુષ ક્ષીણ થાય છે. નવરાદિક રે દેહને નિરંતર પડે છે, અત્યંત કલેશથી મેળવેલી વિદ્યુત સમાન ચંચલ એવી લક્ષમી પણ ચિરાદિકના હરણ કરવાના મિષથી ક્ષણમાત્રમાં ચાલી જાય છે. પિતા, માતા, મિત્ર, ભાર્યા, પુત્ર અને સ્વજનાદિકને સમાગમ પણ સાગરના તરંગ સમાન ક્ષણભંગુર–ક્ષણ
For Private And Personal Use Only