________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની ધર્મદેશના.
(૧૧૯) વામાં આવે છે એમ બોલી તેઓના નમાવેલા મસ્તક ઉપર તે વાસચુર્ણને પ્રક્ષેપ કર્યો. તે સમયે બહુ હર્ષિત થએલા દેવોએ પણ ભમરઓની શ્રેણુઓના ગુંજારવથી વાચાલિત પંચરંગી વાસક્ષેપ તેઓના મસ્તકે સ્થાપન કર્યો. ત્યારબાદ નિર્મલ શીલગુણના એક કુલભવનરૂપ સોમાભર્યાને પણ અન્ય સાધ્વીઓના સંયમ સંબંધી ઉદ્યોતના શિક્ષણ માટે પ્રવત્તિની પદે સ્થાપના કરી. તેટલામાં રિષીના સમયને સૂચવનારો બલિ પ્રાપ્ત થયે, શ્રીશેખર રાજાએ ઉત્તમ ચોખાને બલિ રચ્યા અને આઢક પ્રમાણ ચાખા ઉછાળ્યા તે ચોખાઓ સુરાસુર તથા નરોએ ગ્રહણ કર્યા. ત્યારબાદ સર્વે દે વે ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં જીતેંદ્રન અષ્ટાલિક મહેત્સવ કરી પોતપોતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે વ્યાખ્યાન કરી જીનેશ્વરભગવાન કેટલાક દિવસ ત્યાં રહ્યા, ત્યારબાદ સમસ્ત ગણધર, મુનિઓ અને સાધ્વીઓ સહિત જગત્ પ્રભુએ નવીન સુર્વણુ કમલપર ગતિ કરતા ત્યાંથી વિહાર કર્યો. લંબાયમાન મોતીઓની માલાઓથી વિભૂષિત આકાશગામી ઉજવલ છત્ર, શરચંદ્ર સમાન વેતચામર, વિશાળ અને ગગન માર્ગે ચાલતું પાદપીઠ સહિત સિંહાસન તેમજ નભસ્તલમાં વ્યાપ્ત થએલે મહેંકધ્વજ પ્રભુની સાથે વિરાજે છે, વળી ભક્તિભાવથી સંપૂર્ણ કેટી દેવ પ્રભુની પાછળ ચાલે છે. શીત, મંદ અને સુગંધમય પવને અનુકૂલ રીતે વાય છે. માર્ગમાં કંટકગણેનાં મુખ નીચાં થઈ જાય છે. તેમજ માર્ગમાં રહેલા વૃક્ષની પંક્તિઓ પણ ભક્તિભાવથી નમ્ર થઈ હેયને શું? તેમ નમેલી દેખાય છે. વળી તીર્થકર ભગવાન ભવ્ય પ્રાણીઓને સર્વ વિરતિના દાનવડે ઉતાર કરતા ગ્રામ, પુર, આકર, નગર, મડંબ, ખેટ અને કર્બટ વિગેરે પ્રદેશોમાં વિચરતા છતા અનુક્રમે શ્રી નંદીવર્ધનપુરના ઈશાન કેણમાં રહેલા કુસુમકરંડ નામે ઉદ્યાનમાં પધાર્યા.
For Private And Personal Use Only