________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
મર્કટને મદિરાપાન શાંતિદાયક નીવડે નહીં એમ સમજી પિતાના વતની શદ્ધિ માટે સર્વથા પાખંડિની લાધા કરવી નહીં, તે સંબંધ મંત્રિતિલક મંત્રીના દષ્ટાંતવડે સારી રીતે પ્રતિપાદન કર્યો છે. પ્રથમ આ સમ્યકત્વત્રતમાં તાત્પર્ય એ સમાયેલું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું શ્રદ્ધાન કરવું, વળી જ્ઞાન પ્રાપ્ત થવા છતાં પણ દર્શન તથા ચારિત્ર શિવાય તેનું મુખ્ય ફળ મળી શકતું નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે –
जहा खरो चंदणभारवाही, भारस्सभागी न हु चंदणस्स ।
एवंखुनाणी चरणेण हीणो, नाणस्सभागी न हु सुगइए ॥ १ ॥ અર્થ-જેમ ચંદનના ભારને વહન કરનાર ખર ભારનો ભાગી થાય છે, પરંતુ ચંદનને ભાગી થતા નથી, તેમ ચારિત્રથી હીન એ જ્ઞાની પુરૂષ જ્ઞાનનેજ ભાગી થાય છે, પણ સુગતિનું ફળ તેને મળતું નથી, માટે ચારિત્ર ની મુખ્યતા દરેક ઠેકાણે પ્રતિપાદન કરવામાં આવી છે. એથી જ ચારિત્ર ધારક મુનિઓનો પણ મહિમા અપૂર્વ ગણાય છે. અને તેમની ભક્તિ કરવાથી મનુષ્ય અપૂર્વ ફલ મેળવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
दत्तेऽसौ सर्वसौख्यानि, त्रिशुद्धयाऽऽराधितो मुनिः ।।
विराधितश्च तैरश्च-नरकाऽनल्पयातनाः ॥१॥ અથ–મન, વચન અને શરીરવડે આરાધન કરાયેલા મુનિમહાત્મા આરાધકને સર્વ સુખદાયક થાય છે, અને તે મુનીંદ્રની વિરાધના કરવાથી તિર્થક તથા નરક સંબંધી અનેક યાતનાઓ પ્રાપ્ત થાય છે. માટે સક્રિય વા
અક્રિય, ગુણજ્ઞ કિંવા અગુણજ્ઞ, જ્ઞાની અથવા અજ્ઞાની અને જેમ તેમ પણ મુનિવેષધારી એવા યતિનું દર્શન કરી ગૌતમ સ્વામી સમાન માની તેમની ભક્તિ કરવી, એજ જન્માંતરમાં પણ હિતકારક થઈ પડે છે. તે સંબંધી શાસ્ત્રોમાં યથાર્થ વિવેચન કરેલું છે. સ્થૂલ પ્રાણોની હિંસાથી અટકવું તે સ્કુલ પ્રાણાતિપાત નામે પ્રથમ વ્રત કહેલું છે. તેમાં સ્થલે પ્રાણું એટલે શું ? અને તેઓની વિરતિ કેવી રીતે પાળવી ? વિગેરે યથાસ્થિત સ્વરૂપની વ્યાખ્યા વિજયચંદ કુમારના દષ્ટાંતથી પ્રતિપાદન કરી છે. તેની ઉપેક્ષા કરવાથી તેમાં પણ પાંચ અતિચાર લાગે છે, તે દરેકનાં પૃથક પૃથક દષ્ટાંત આપી શ્રી પ્રભુએ નિરતિચર વ્રત શુદ્ધિ બતાવી છે, ત્યારબાદ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
For Private And Personal Use Only