________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર કેવળજ્ઞાન અને સમવસરણુ.
(૧૧૩) પણ ઉંદર નિર્ભય થઈ છનવચન સાંભળવામાં તલ્લીન થયે છે. વળી તે માતઃ? તમે જુએ છે ? અતિ પ્રચંડ વિષધારી સર્પના ફણાઓ ઉપર મિત્રભાવથી બેઠેલા દેડકાઓ લોકોને બહ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. સર્વથા દ્વેષ રહિત અને કિંચિત્ નેત્ર ઉઘાડી બેઠેલા સિંહની કેશવાલીને મૃગલે પોતાના શૃંગાવડે વિખેરે છે. આ જંગલી મહિષ (પાડા) પોતાના તીક્ષણ અંગાગથી અશ્વના નેત્ર સુધી ખણે છે; પરંતુ જીનવચન સાંભળવામાં બીલકુલ તેઓ પ્રમાદ સેવતા નથી. વળી જુઓ? આ સર્પ સ્થિર રહેલી શ્યામ અને સુકેમલ મયૂરની ડોકમાં નવપલ્લવની માફક કુંડલાકાર બની જગત્ પ્રભુના વચનામૃતનું પાન કરવામાં એકાગ્ર મનવાળો થયો છે. તેમજ પીળી કેસરાલી-કેશવાળીની ઉદ્ધત અને કાંતિથી ભયંકર એવા સિંહોની અંદર કુંડલાકાર શું કરી હસ્તી નિર્ભય ચિત્તે કે ઉભે રહ્યો છે. એ પ્રમાણે આશ્ચર્યકારક અતિ અભુત બનાવ પોતાની માતાને બતાવતા શ્રી શેખર નરેંદ્ર ત્રિજા પ્રાકારમાં ગયા. નિરૂપમ ભક્તિરસમાં નિમગ્ન, સર્વાગે રોમાંચિત થયેલ અને આનંદ સહિત સર્વ દેવતાઓ વડે નિરીક્ષણ કરાતા એવા શ્રીશેખરરાજાવડે પિતાના પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા પૂર્વક ભાલ સ્થળથી રત્નમય પાદપીઠના અગ્રભાગનો સ્પર્શ કરી જીનેશ્વરને નમસ્કાર કર્યા બાદ સર્વ રાજકુમાર સાથે મંદગતિ કરતા છતા પિતે ઇશાન કેણમાં શુદ્ધ ભૂતલ ઉપર બેઠા. તેમજ અંતઃપુરની શ્રીઓ સહિત તેમની માતા પણ રાજાની પાછળ આનંદ પૂર્વક બેઠા. ભાલસ્થલ સાથે અંજલિ જેડી સર્વ કે. પણ સાવધાન થઈ બેઠા. ત્યારબાદ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને ધર્મદેશના પ્રારંભ ટકા કર્યો, હે દેવાનુપ્રિય! ભવ્ય પ્રાણિઓ? આ
સંસારમાં સારભૂત માત્ર એક મનુષ્ય જન્મ
For Private And Personal Use Only