________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વીજ રીતે ભવનપતિ દેવોએ ત્રીજે રૂપાને પ્રાકાર બનાવ્યા, જેની શભા ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવળ એવા હિમાલયની લીલાને વહન કરે છે. આની અંદર વિરાજમાન થઈ જગતુપ્રભુ ચતુર્વિધ સંઘને ચાર પ્રકારને ધર્મ નિવેદન કરશે એ હેતુથી તે કિલ્લાઓનાં ચારચાર દ્વારનિર્માણ કર્યું, દરેક દ્વારમાં સ્ફટિક રત્નોનાં પાન (પગથીયાંથી વિભૂષિત અને નીલકમલની શ્રેણીઓ જેઓની અંદર ખીલી રહી છે એવી મનહર વાપીઓ રચી. તદનુ પવનથી કંપતા નવપલ્લવરૂપી હસ્તના સંકેતવડે સમસ્ત લોકેને બેલાવતાં ચંપક, પુનાગ અને નાગકેસર વિગેરે વૃક્ષનાં રમણીય વને બનાવ્યાં. વળી તેના મધ્ય ભાગમાં ત્રણે લેકને પ્રકાશિત કરતા પ્રભુરૂપ સૂર્યસમાગમને ઈચ્છનાર, સુવર્ણમય, ઉદયાચલના શિખર સમાન અતિ વિશાલસિંહાસન રચ્યું. તેમજ તેની ઉપર પવનથી ઉછળતા લતાઓના ગુરોવડે ભરપૂર અને સુકમલ નવીન પલ્લવની ઘટનાથી બહુ રમણીય તેમજ પ્રમાણમાં તેમનાથી બાર ગણું હોટું એક અશોક વૃક્ષ રચ્યું. ત્રણ ગુણિના રક્ષક, ત્રણ દંડના જીતનાર, ત્રિકાલ જ્ઞાની અને ત્રિભુવનના અધિપતિ એવા જીતેંદ્ર ભગવાન છે, એમ જણાવવા માટે તેની ઉપર નિર્મળ ત્રણ ત્રેની રચના કરી. આ ભવસાગરમાં સૈકા સમાન જીતેંદ્રજ છે એમ કથન કરવા માટે પૃથ્વીદેવીએ ઉંચી કરેલી અંગુલી હાયને શું તેમ પ્રભુની આગળ ધર્મધ્વજ શોભે છે, પૃષ્ઠભાગમાં રત્નની અદ્દભુત કાંતિથી વિભૂષિત ભામંડલ બનાવ્યું. તેમજ હર્ષ સહિત દેએ દુંદુભિનાદ કર્યો, બન્ને પાર્થભાગમાં શકેંદ્ર અને ઇશાને ચંદ્ર સમાન ઉજવલ ચામરે વીંઝે છે. વળી વિચિત્ર પુષ્પોની વૃષ્ટિ થાય છે, અગ્રભાગમાં પણ સ્વચ્છ રત્નોથી બનાવેલું ધર્મચક્ર સ્થાપન કર્યું. જે ચક્ર જગભાનુથી પરાજીત થએલે સૂર્ય જાણે જીતેંદ્રની સેવા માટે આવ્યો હોયને શું? એમ દીપે છે.
For Private And Personal Use Only