________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર કેવલ જ્ઞાન અને સમવસરણ.
(૧૯) તે સમયે દેએ રચેલી સુવર્ણ કમલની શ્રેણી ઉપર ચાલ
તા, ચારણ મુનિઓવડે સ્તુતિ કરાતા, બહુ સમવસરણમાં આદરપૂર્વક નર, કિંમર, બેચર અને દેવતા જીને પ્રવેશ. એના સમૂહોવડે નમસ્કાર કરાતા એવા છે
કભગવાને સુરેદ્ર બતાવેલા માર્ગે પૂર્વદ્વારમાંથી પ્રવેશ કર્યો. પિતે કૃતાર્થ છે તે પણ મારે તીર્થને અવશ્ય નમવું જોઈએ એ પ્રમાણે લોકોને પ્રત્યક્ષ કરાવતા જીનેશ્વરભગવાન “નમોડસ્તુ તીર્થય, તીર્થને નમસ્કાર થાઓ” એમ બેલે છે. ત્યારબાદ અશોકવૃક્ષ સહિત સમવસરણના સિંહાસનની પ્રદક્ષિણા કરીને ત્રણ લોકને હિતકારી જગપ્રભુ પૂર્વાભિમુખે તે ઉપર બિરાજમાન થયા. વળી બાકીની ત્રણ દિશાઓમાં તે સિં. હાસન ઉપર અદ્દભુત પ્રભાવવાળાં ત્રણ જીનપ્રતિબિંબ દેવોએ સ્થાપન કર્યા, તેઓ પણ તેમના પ્રભાવથી જીતેંદ્ર સમાનજ શોભે છે. ત્યારબાદ શ્રી સુપાર્વપ્રભુ સ્વરૂપથી એક છતાં પણ ચાર રૂપ ધારી દીપવા લાગ્યા, ભગવાનને નમસ્કાર કરી કેટલાક દેવે ગાયન કરવા લાગ્યા, કેટલાક નૃત્ય કરવા લાગ્યા, કેટલાક ત્રિપદી વગાડવા લાગ્યા, કેટલાક સ્તુતિ કરે છે. કેટલાક જીરેંદ્રના ચરણકમલ ઉપર ઘણું પરાગબિંદુઓથી ભરપુર પંચરંગી કમલે સ્થાપન કરે છે. કેટલાક વસ્ત્રાંચલ વીંઝે છે. કેટલાક પ્રભુની આગળ ભુજ દંડ ઉંચા કરી ભક્તિ વડે પ્રચંડતાંડવ–નૃત્ય કરે છે. વળી સંગીતકલામાં બહુજ દક્ષ એવી રંભા વિગેરે અપ્સરાઓ હર્ષપૂર્વક હસ્તના અભિનય સાથે અપૂર્વ ભાવ બતાવતી છતી નૃત્ય કરે છે. તેટલામાં દેદીપ્યમાન મુકુટમણિઓની કાંતિથી દશે દિશાઓને પિશંગિત (પીળી) કરતા સર્વ સુરાસુરેંદ્ર ત્રણ પ્રદક્ષિણપૂર્વક પ્રભુને નમસ્કાર કરી પિતા પોતાના ઉચિત સ્થાને બેસી ગયા એટલે ઇંદ્ર સુરકેને કૈલાહલ તરતજ બંધ કર્યો. ત્યારબાદ ઉજજ્વળ
For Private And Personal Use Only