________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર દીક્ષા પ્રસ્તાવ.
(૭) તેમની આગળ ચાલવા લાગ્યા. તેઓની પાછળ પૂર્ણ કલશ, ભંગાર, પતાકાઓ, લંબાયમાન કુરંટ વૃક્ષના પુપોની માલાવાળું દિવ્ય છત્ર,વિશુદ્ધ મણિમય પાદપીઠ સહિત વિશાલ સિંહાસન, તેમજ ઉભય પાદુકા ગ્રહણ કરી એક પુરૂષ આગળ ચાલે છે. ત્યાર બાદ સૂર્યના અશ્વ સમાન તેજસ્વી, સુવર્ણમય લગામોથી સુશોભિત અને દક્ષ પુરૂએ કીડા પૂર્વક ચલાવેલા એક અને આઠ ઉત્તમ જાતિના ઘડાઓ, તેમજ મનહર છે સાત અંગ જેમનાં એવા એકસે ને આઠ મન્મત્ત હસ્તિઓ માવતેની પ્રેરણાથી ચાલે છે. ત્યારબાદ અશ્વ જોડેલા એકસે ને આઠ રથ અને દરેક રથ સાથે આયુધધારી એકસો આઠ સુભટે ચાલે છે. તત પશ્ચાત્ રથ, હાથી અને અશ્વો પર આરૂઢ થએલા સૈનિકે ઘણા વેગથી ચાલે છે. વળી ઉંચાઈમાં આકાશને માપતો હોયને શું ? એ અતિ ચંચલ મહેંદ્રધ્વજ દેવોએ ઉપાડે છે, તદનતર દંડધારી પુરૂષ, મુંડાઓ, હાસ્ય કરાવનાર ખડગી પુરૂ, ગાનતાન કરનાર, વાછત્રીઓ, નર્તક, પ્રશંસા કરનાર, જય જય નાદ કરનાર, તેમજ હજારે માંગ લિક શબ્દોના ઉચ્ચાર કરતા અને પ્રભુના ગુણેની સ્તુતિ કરતા સર્વ જન જલદી ચાલવા લાગ્યા. વળી પોતપોતાના વાહનેપર આરૂઢ થઈ સેનાપતિ, મંત્રી, હેટા ક્ષત્રિય અને શેઠીઆઓ પણ આગળ ચાલ્યા; શુદ્ધ વસ્ત્ર જેમણે પહેરેલા છે અને વેત ચામરોથી વીંઝાતા એવા શ્રીશેખર નરેન્દ્ર ગંધહતિ ઉપર બેસી પ્રભુની પાછળ ચાલવા લાગ્યા. એ પ્રમાણે બીજા અનેક દેવ અને મનુષ્ય પ્રભુની પાછળ ચાલવા લાગ્યા. પ્રભુનું શરીર ઉંચાઈમાં બસે ધનુષ પ્રમાણ અને સમચતુરન્સ સ સ્થાન, વજી રૂષભનારાચ (સંઘયણ) યુક્ત છે. વળી પિરાંગનાઓ પ્રભુના દર્શન કરી પોતાનાં
For Private And Personal Use Only