________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૬).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. (કલશ) ગ્રહણ કરી ઉભી છે. અગ્નિકોણમાં એક સુંદરી પ્રદપૂર્વક હસ્તકમળમાં વીંજણે લઈ ઉભી છે, તેમજ પૃષ્ઠ ભાગમાં ચંદ્ર સમાન ઉજજવળ અને વહુર્ય રત્નથી જડિત છે દંડ જેમના એવાં સુંદર છત્રો ધરી કેટલાક દેવેંદ્રો ઉભા છે. વળી મહાશિબિકાના બને પડખાઓમાં ઉભા રહેલા સુધર્મેદ્ર અને ઈશાનેન્દ્ર શ્રી સુપાર્શ્વપ્રભુને સ્વચ્છ ચામરો વીંઝે છે. તેટલામાં શ્રીશેખરનરેંદ્રની આજ્ઞા થવાથી જેઓએ સ્વચ્છ વસ્ત્ર પહેર્યા છે, તેમજ એક સરખી ઉમ્મરવાળા, પ્રવરરૂપ સૌભાગ્યથી વિભૂષિત, અંગેપાંગથી અક્ષત, અતિ બલવાનું તેમજ સ્વકર્તવ્ય જેમણે સિદ્ધ કર્યું છે અને રોમાંચિત છે અંગ જેમનાં એવા હજાર પુરૂષ મહાશિબિકા વહન કરી ત્યાંથી નીકળ્યા. માર્ગમાં ચાલતાં મહા શિબિકાની બન્ને બાજુએ હેટા આનંદ સાથે સૌધર્મેદ્ર અને ઈશાને બન્ને જણ દક્ષિણ તથા ઉત્તર બાહુ પકડીને ચાલે છે. વળી શિબિકાના દક્ષિણ અને ઉત્તર નીચેના બાહુ ચમર અને બલિ નામે અસુરેંદ્રો વહન કરે છે તેમજ અવશિષ્ટ ભવનપતિ, વાણુવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ અનુકૂળતા પ્રમાણે શિબિકા ઉપાડે છે. અહીં બહુ વર્ણન શું કરવું? રોમાંચિત થયાં છે ગાત્ર જેમનાં એવા નરેંદ્રોએ પ્રથમ શિબિકા ઉપાડી. ત્યારબાદ અસુરેંદ્ર, સુરેંદ્ર અને નાગે દ્રો વહન કરે છે. જીનેંદ્રપ્રભુ ભવનમાંથી બહાર નીકળ્યા ત્યારે ગમનાગમન કરતા ચતુર્વિધ દેવતાઓના સમૂહેવડે સિદ્ધાર્થ (સર્ષપ), આમ્ર, ચંપક, કેશર, કણેર અને કુરબક વૃક્ષોનું વન જેમ તેઓને કુસુમોથી શોભે તેમ ગગનાંગણ પણ શોભવા લાગ્યું. મનુષ્ય મહાન પટહ, ભેરી, ઝલ્લરી, દુંદુભિ અને શંખ વિગેરે વાજીંત્રો વગાડવા લાગ્યા, તેમજ આકાશમાં પણ દિવ્ય વાજીંત્ર વાગવા લાગ્યાં. આ પ્રમાણે જગતપ્રભુએ પ્રયાણ કર્યું એટલે સ્વસ્તિકાદિક અષ્ટમંગળ અનુક્રમે
For Private And Personal Use Only