________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
દેશથી અથવા સ પ્રકારે વિરતિ પાળે છે. તેઓ ઇદ્રિના વિનિયમ કરી અનુક્રમે ઉચ્ચ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પરંતુ એ સર્વ પ્રભાવ સમ્યક્ત્વમાંજ રહેલા છે. વળી દાન, શાળ, તપ, જિતેદ્રભગવાનની પૂજા, પવિત્ર તીર્થોની યાત્રા, ઉત્તમ જીવધ્યા, ઉત્કૃષ્ટ શ્રાવક કુલમાંજ જન્મ અને તેાની પ્રાપ્તિ પૂર્વક રક્ષા આ સર્વાં શુદ્ધ સમ્યકવરૂપ કલ્પવૃક્ષનાં ફૂલ છે. આ પ્રમાણે સમવસરણમાં વિરાજમાન થઈ શ્રી સુપા પ્રભુએ સમ્યકત્વની વ્યાખ્યા આપ્યા બાદ તે ઉપર ચપકમાલાનું દૃષ્ટાંત આપી તેનું બહુજ દઢીકરણ કર્યું છે. વળી આ સમ્યક્ત્વત્રતમાં પાંચ અતીયાર ટાળવાના છે. તેઓમાં પ્રથમ શંકા અતિચાર એટલે વ્રત ગ્રહણુ કરતી વેળાએ શુદ્ધ અંતઃકરણ પૂર્ણાંક ગુરૂ સમક્ષ પ્રવૃત્તિ કરવામાં આવે, પશ્ચાત કેટલાક કુસ યેાગાને લીધે પ્રાથમિક પ્રવૃત્તિમાં ધીમે ધીમે ફેરફાર થઇ પડે છે. જેથી હૃદય ઉદ્યાનમાં શકારૂપ અંકુરા પ્રગટ થાય છે, અનુક્રમે તેમાંથી એવાં ફૂલ પ્રાપ્ત થાય છે કે જેમના સ્પર્શમાત્રથી આભાસ માત્ર પણ સમ્યક્ત્વ રહી શકતુ નથી અને પુનઃ મિથ્યાત્ત્વના પ્રસંગ આવી પડે છે. જેથી અનેક વ્યાધિરૂપ ભયંકર જં તુઓથી અતિગહન એવા સાંસાર સાગર તેને સેવવા પડે છે. એનુ મુખ્ય કારણ તે। વ્રત વિષયક અયેાગ્ય શ ંકા કરવી તેજ ગણાય છે. અને તેમાંથી મિથ્યાત્વને જન્મ થાય છે. ત્યારબાદ તે પ્રાણીને સન્માર્ગે ચાલવામાં અનેક આપત્તિઓ વળગી પડે છે. જેએમાંથી મુક્ત થવું બહુજ મુશ્કેલ થઈ પડે છે. વળી મિથ્યાત્વ સમાન જીવાત્માને આધાત કરનાર બીજી કાઇપણ વસ્તુ નથી તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે—
मिथ्यात्वं परमो रोगो - मिथ्यात्वं परमं विषम् ।
मिथ्यात्वं परमः शत्रु-मिध्यात्वं परमं तमः ॥ १ ॥
અ - —આ જગતમાં જીવાત્માઓને પીડવામાં મિથ્યાત્વ સમાન અન્ય કાઇ રાગ નથી. વળી મિથ્યાત્વ એજ પરમ વિષે જાણવું, મિથ્યાત્વ સમાન અન્ય કાઇ બલિષ્ઠ વૈરિ દેખવામાં આવતા નથી, અને ગાઢ અંધારૂ-અજ્ઞાન પશુ મિથ્યાત્વજ ગણાય છે. માટે મિથ્યાત્વની છાયાથી દૂર રહેવુ. વળીમિથ્યાત્વના માહમાં સપડાયેલા તે આડંબરી કહે છે કે
-
For Private And Personal Use Only