________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિક્ષા મહોત્સવ પ્રસ્તાવ.
(૧) જીનેંદ્રને માનસિક સંકલ્પ જાણી તત્કાલ ઉભા થઈ સાત આઠ ડગલાં તેમના સન્મુખ ગમન કરી ભગવાનની સ્તુતિ કરી અને વિચાર કર્યો કે શ્રીસુપાશ્વજીનેંદ્ર સાંવત્સરિક દાન આપવા ઈચ્છે છે, માટે બાર માસ સુધી તેમને જોઈએ તેટલી ધનસંપત્તિ પુરી પાડવી એ હારૂં કાર્ય છે. એમ જાણું તેણે કુબેરને આજ્ઞા કરી કે વાર્ષિક દાનને લાયક પુષ્કળ ધન સુવર્ણ રત્ન વિગેરે સંપત્તિઓથી પ્રભુના ભંડાર પૂર્ણ કરો. આ પ્રમાણે ઇંદ્રની આજ્ઞા સાંભળી તેણે પણ તત્કાલ નંદ્ર ભવનમાં ભક દેવ પાસે સુવર્ણાદિકની વૃષ્ટિ કરાવી. ત્યારબાદ ભગવાને પણ ત્રિક, ચત્વર, બજાર, શેરી, રાજમાર્ગ વિગેરે દરેક સ્થાનોમાં નિરપેક્ષપણે અનિવારિત જાહેર ઘોષણાપૂર્વક દાનની શરૂઆત કરાવી. તેમજ અવિવેક ન થાય તેટલા માટે જે પ્રાર્થનાપૂર્વક ઉંચા હસ્ત કરે છે તે સમસ્ત જનેને નિરંતર સુવર્ણ દાન આપવામાં આવે છે. પ્રતિદિવસે એક કરોડ અને આઠ લાખ સોનૈયા અપાય છે. નવીન પ્રગટ થી એલા લવલીલતાના ફલ સમાન અતિ ઉજવલ, સુવર્ણ દાનથી ઉત્પન્ન થએલી સુપાર્શ્વ નરેંદ્રની કીર્તિવડે સર્વ દિશાઓ ભાસવા લાગી. વળી કેટલાક યાચકે દાન લેવા માટે દેશાંતરમાંથી આવે છે, અને અન્ય કેટલાક દાન લઈ ચાલ્યા જાય છે. તેથી વારાણસી નગરીની શેરીઓ બહુ વિશાળ છે, છતાં પણ નિર્દયપણે લેકે એક બીજાનાં હદય પીસીને મહા કચ્ચે ચાલી શકે છે. વળી યાચક જનને આપવા માટે એક તરફ સુવર્ણના ઢગલા કરાવે છે, એક બાજુએ વસ્ત્રોના કડા થયે જાય છે, અન્ય બાજુએ હાથી, ઘોડા, સ્થ વિગેરેના નિવેશ કરાવે છે, એક તરફ વિદેશી જનેને ભેજન માટે વિશાળ ભેજનશાળાઓ કરાવે છે, એ પ્રમાણે દાન નિમિત્તે એક વર્ષ પર્યત નિયુક્ત કરેલા પુરૂએ કેઈપણ પ્રતિબંધ રહિત જે દાન આપ્યું, તેનું વર્ણન કરવું પણ અશક્ય છે,
For Private And Personal Use Only