________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. નેય અને અરિષ્ઠ નામે દેવતાઓ સુપાર્શ્વ નરેંદ્રની પાસે આવ્યા. જેમના નમાવેલા મસ્તકમાંથી સુગંધિત મંદાર પુના ઢગલા અલૈકિક શોભા આપી રહ્યા છે એવા તે દે વિનયપૂર્વક જીનેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ભુવનશ્રેણીરૂપ કમલવનમાં પ્રચંડ સૂર્યસમાન અને કામરૂપી મદોન્મત્ત હસ્તિના કુંભસ્થલને ભેદવામાં મૃગેંદ્રસમાન હે જીનેંદ્ર! સર્વત્ર આપને જય વતે છે. તેમજ મુક્તિરૂપ વધને કંઠાલેષ કરવામાં ઉત્સુક ! મોહ મહામના મર્દન કરનાર ! ત્રણ ભુવનની રક્ષામાંજ તત્પર ! અને પરમ દયાલ એવા હે ભગવન ! આપને વારંવાર નમસ્કાર. આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ હવે પ્રાર્થના કરે છે. દેવ ! અંધકારને દૂર કરનાર સૂર્યની આગળ ખદ્યોતની માફક આપની આગળ અમારી શી ગણતરી ? તે પણ અમારા અધિકાર પ્રમાણે અમે પણ જે એક વિનતિ કરીએ છીએ, તે આપની આગળ માત્ર સ્મરણરૂપ છે, ઉપદેશ તરીકે નથી. હે દયાનિધે ! સંસારના તીવ્ર દુઃખરૂપી વનને દહન કરવામાં અગ્નિ જ્વાલાને અનુસરતી એવી મુનિદીક્ષા ગ્રહણ કરી અને અનર્થ સાર્થને નિર્મલ કરનાર તીર્થમહિમા પ્રવર્તાવે. હે પ્રભે ! નિર્મલ જ્ઞાનરૂપી રત્નદીપવડે પ્રચંડ પાખંડિ જનેની દેશનારૂપ તમે રાશિથી આચ્છાદિત એવા મેક્ષમાર્ગને પ્રગટ કરે. એ પ્રમાણે લોકાંતિક દેના ઉપદેશથી શ્રીસુપાર્શ્વપ્રભુ સિદ્ધિવિધના સમાગમ વિષે વિશેષ ઉત્કંઠિત થયા. એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી દેવતાઓ પોતપોતાના સ્થાનમાં ગયા.
શ્રી સુપાર્શ્વ નરેંદ્ર વાર્ષિક મહાદાન આપવાનું વિચાર S, A કરે છે, તેટલામાં સધર્મ દેવલોકમાં સુખ
સન ઉપર વિરાજમાન થયેલા દેવેંદ્રનું સ્વછ રત્નમય સિંહાસન ચલાયમાન થયું. તદનંતર અવધિજ્ઞાનથી
For Private And Personal Use Only