________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય પ્રસ્તાવ.
(૮૯). શંકા ધારી રાજહંસ માન સરેવર તરફ પ્રયાણ કરતા જોવામાં આવ્યા. તેમજ વર્ષાકાલના સમયમાં પોતાના પતિ ઘર તરફ આવશે એમ જાણી તેઓના માર્ગ તરફ દષ્ટિ કરતી પાડોશમાં ૨ હેલી મુગ્ધ સ્ત્રીઓ તેમના જેવામાં આવી. ત્યારબાદ પોતાને
ગ્યકાળ પૂર્ણ થયા કે તરતજ ધૂમ વડે મીણુક (મધપુડા) ની માફક રાહુથી સૂર્યમંડલ મુક્ત થયું. નરેંદ્ર જેટલામાં ચરાચર ભૂમંડલને સ્વસ્થ અવસ્થામાં જુવે છે તેટલામાં ફરીથી તેમની દષ્ટિ આકાશ તરફ ગઈ. દિમંડલ પ્રકાશમય દેખાવા લાગ્યું. બહુ પ્રતાપી સૂર્યમંડલ અતિશય તેજને લીધે દુર્દશ્ય થઈ પડયું. આ પ્રમાણે ક્ષણમાં નષ્ટ અને દુષ્ટ એ આ દેખાવ જોઈ રાજા ક્ષણિકપણાની ભાવના ભાવવા લાગ્યા કે જેમ આ સૂર્યને બલાત્કારે રાહુએ ગ્રહણ કર્યો તેમાં જરૂર આ સંસારમાં મૃત્યુવડે પ્રાણીઓ ગ્રહણ કરાય છે. તેમજ આ દુનિયા સંબંધિ ચારે ગતિમાં ભ્રમણ કરતા જીવોને જે કંઈ સુખ લાગે છે તે પણ દુખ ગર્ભિત છે. છતાં પણ અહો ! આ સંસારમાં લોકે વ્યામૂઢ બની રહ્યા છે. વળી સ્ત્રીઓના કટાક્ષરૂપી જાળમાં ફસાએલા કેટલાક પુરૂષ અનહદ દુઃખ સહન કરે છે. કામરૂપી મહા વ્યાધના તીણ બાણેથી વીંધાએલા કેટલાક પ્રાણુઓ કઈ પણ સ્થળે સુખી થતા નથી. તેમજ આત્મરક્ષક સદ્ગુરૂ નહીં મળવાથી તેઓ સાંસારિક દુ:ખરૂપી દાવાનલમાં વારંવાર ઈધન સમાન થઈ પડે છે. માટે આ સંસારરૂપી કારાગૃહમાંથી સ્ત્રીપુત્રના સ્નેહરૂપી એડીને ભાંગી નાખી હાલમાં નીકળી જવું તે ઉચિત છે.
એ પ્રમાણે નરેંદ્ર ચિતવતા હતા તેટલામાં દેવતાઓનાં હોકાંતિકેય આસન કંપ્યાં એટલે અવધિજ્ઞાન વડે પ. પ્રાર્થના.
તાનું કાર્ય જાણું સારસ્વત, આદિત્ય, વન્દુિ, વરૂણ, ગદતાય, તુષિત, અવ્યાબાધ, આ
For Private And Personal Use Only