________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરી સંબ્રાંત ચિત્તે દેડે છે તે જોઈ હાસ્ય કરતા લોકોને પણ તે ગણતી નથી. વળી કેક સ્ત્રી કહે છે કે ત્રણ લેકમાં પૂજ્ય મનાતે આ કામદેવ છે, જે એમ ન હોય તે એની પાછળ બેઠેલી રતિદેવી અહીં ક્યાંથી હોય? ત્યારબાદ અન્ય કોઈ યુવતિ બોલી, મુગ્ધ! આ હારૂં બોલવું ઉચિત નથી કારણકે કામદેવનું તે અંગે પણ શંકરે બાળી નાખ્યું છે, તે કાંતિની વાર્તા ક્યાંથી સંભવે ? અન્ય કોઈ વિદગ્ધા બોલી, સખી! આતે ઇંદ્ર છે અને તેની પાછળ બેઠેલી તેની સ્ત્રી ઈંદ્રાણી છે. તે સાંભળી અન્ય સ્ત્રી બેલી, બાલે ! જરૂર હારી બુદ્ધિમાં વિભ્રમ થયે લાગે છે, કારણકે ઇદ્રનું શરીર તો સહસ્ત્ર ચને (છિદ્રો) થી દૂષિત થએલું છે, માટે જરૂર આ સુપાર્શ્વ કુમાર છે અને તેમની પાછળ સોમા નામે તેમની સ્ત્રી છે. પ્રિય સખિ ! રત્નાવલી હાર સમાન આ સોમાદેવીની બાલતા શ્રી સુપાર્શ્વકુમારના મનહર કંઠસ્થ. લમાં ઉઠન કરશે માટે આ જગત્માં સોમાદેવીજ ધન્યવાદને લાયક છે. તે સાંભળી અન્ય સ્ત્રી બોલી, સખિ! એ ધન્યતમ કેવી રીતે ગણી શકાય ! એને પણ સપત્ની ( શૈક) નું દૂષણ તો અવશ્ય લાગવાનું છે, કારણકે આ કુમાર ત્રણ ભુવનના અધિપતિ છે. એ પ્રમાણે ચતુર યુવતિજનનાં વિલાસ વચને શ્રવણ કરતા કુમારેદ્ર પિતાના ભવન દ્વાર આગળ ગયા. અને હાથિ ઉપરથી નીચે ઉતર્યો. ત્યાં વારાંગનાઓનાં વિવિધ મંગલ ગીતોનું અનુમોદન કરીને માતાપિતાના ચરણકમલમાં નમસ્કાર કર્યા બાદ પોતાના વાસભવનમાં ગયા. ત્યાં પણ નિરંતર પ્રદપૂર્વક દિવ્ય વિષયસુખ ભગવે છે. અનુપમ પુણ્યાનુગને લીધે તેમને કોઈપણ મને રથ અપૂર્ણ રહેતું નથી, પોતાની ઈચ્છા પ્રમાણે અલંકાર, અમૂલ્ય ગંધ, વસ્ત્રવિગેરે દરેક વસ્તુઓ ઇંદ્રની આજ્ઞાથી દેવતાઓ પૂર્ણ કરે છે. કાયિક અને માનસિક વિપત્તિઓ તેમજ સમસ્ત શત્રુવર્ગ જેમને
For Private And Personal Use Only