________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર લગ્ન પ્રસ્તાવ.
(૮૩) પુના ગુચ્છથી આચ્છાદિત જેને કેશકલાપ તારાઓના સમૂહથી વિભૂષિત નભસ્તલની માફક શોભે છે. વળી સવગે સુંદર રત્નનાં આભૂષણ ધારણ કશ્યાથી જે કુમાર જંગમ રે. હણાચલની ઉપમાને વહન કરે છે. અધિક શું કહેવું? જેમના સ્વાભાવિક સ્વરૂપનું વર્ણન કરવા ઇંદ્ર પણ સમર્થ નથી તે વળી સુવર્ણ ભૂષણોથી વિરાજીત થયેલાની તો વાત જ શી? એ પ્રમાણે કુમારને સજજ કરી નરેંદ્રને સમાચાર આપ્યા, એટલે ભૂપતિએ પણ પોતાના પુરૂષોને આજ્ઞા આપી કે જલદી સમસ્ત જ્ઞાત ક્ષત્રિયવર્ગને બોલાવો, તેમજ નગરમાં મહોત્સવ કરવાની સૂચના આપે અને કુમારને માટે જયકુંજર નામે પ્રધાન હસ્તીને શણગારી જલદી અહીં લાવે, જેથી વિવાહ મંડપમાં જઈએ. આપની આજ્ઞામાં તૈયાર છીએ, એમ કહી રાજ પુરૂષે ત્યાંથી વિદાય થયા. સમગ્ર રાજનિદેશ સર્વેને સંભળાવ્યું, શ્રવણ માત્રથી સર્વજને તૈયાર થઈ ગયા, વળી અનેક શણગારેથી સજજ થયેલા શ્રી સુપાશ્વકુમાર જયકુંજર હસ્તી ઉપર આરૂઢ થયા. તેમજ પવનથી કંપતી પતાકાઓ વડે દષ્ટિને હરણ કરતા મનોહર રથમાં બેસી અનેક અલંગ કારોથી વિભૂષિત એવા રાજકુમાર સાથે સંચરવા લાગ્યા. રાજમાર્ગમાં બહુ હર્ષને આધીન થયેલી પ્રમદા નૃત્યગાન કરવા લાગી. અનેક પ્રકારનાં માંગલિક વાજીત્રાના નાદથી સમસ્ત દિશાઓ શબ્દમય થઈ રહી. અનહદ આનંદ અનુભવતા સુપ્રતિષ નરેંદ્ર સુપાવકુમારની પાછળ ચાલવા લાગ્યા તેમજ વૃદ્ધ કુંલાગના આશીર્વાદપૂર્વક સ્તુતિ કરવા લાગી. વળી દરેક
સ્થળે અગાશીઓમાં કુમારના દર્શન માટે આતુરતાથી ઉભેલા હજારો લોકો મુગ્ધ જનેને પિતાની આંગળીઓને ઉદ્દેશ કરી કુમારનાં દર્શન કરાવે છે, એમ સર્વ જનને આનંદ આપતા જગતપ્રભુ અનુક્રમે મંડપ આગળ આવી પહોંચ્યા. દ્વારમાં પ્રવેશ
For Private And Personal Use Only