________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંતિને છે. વળી સાબિત કરી છે
(૮૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. માટે વિવિધ પ્રકારની રસોઈ તૈયાર કરાવી ત્યાં મોકલાવી. ત્યારબાદ તત્કાળ ઉચિત સત્કાર કરી મંત્રીને પિતાના ઉતારે વિદાય કર્યો. ભૂપતિએ વિવાહને ઉચિત સામગ્રીઓ તૈયાર કરવાની
આજ્ઞા આપી. એટલે અધિકારીઓએ વિવાહ સામગ્રી. મંડપની અંદર મંચ ગોઠવી તે ઉપર સિંહા
સન ગોઠવ્યાં. અનેક પ્રકારના કાર્યક્રમમાં નોકરો મૂકી દીધા. પોતપોતાનાં કાર્ય કરવામાં તેઓ રાત્રિ અને દિવસને પણ ગણતા નથી. બહુ રમણીય ઉત્તમ પ્રકારને વરમંડપ તૈયાર કર્યો. જેની અંદર સુકોમળ કદળી સ્તંભ રોપ્યા છે, તેઓ ની ઉપર વિચિત્રધ્વજ પતાકાઓ વિરાજે છે. તેમજ મરકત મણિઓની કાંતિથી સુશોભિત સુંદર સુવર્ણ કલશોની સ્થાપનાઓ કરી છે. વળી સર્વત્ર નિર્માણ કરેલા દેદીપ્યમાન રત્નોની કાંતિને લીધે કઈ ઠેકાણે અંધકાર તે નામ માત્ર પણ દેખાતે નથી. તેમજ સમયેચિત અન્ય કાર્યો પણ બહુ ત્વરાથી તૈયાર કરવામાં આવ્યાં. મતિસાગર મંત્રીએ રાજાને વિનતિપૂર્વક જણાવ્યું કે
હાલમાં પાણિગ્રહણનું મુહૂર્ત બહુ શ્રેષ્ઠ લગ્નની તૈયારી આવે છે, માટે કુમારને લઈ આપ જલદી
અહીં પધારો. રાજાએ પણ પૃથિવીદેવીને કહ્યું કે કુમારને પંખવાની તૈયારી કરાવે. કારણ કે મુહૂર્ત બહુ નજીકમાં આવ્યું છે. ત્યારબાદ સર્વ રાણુઓ એકઠી થઈ બહુ અમેદપૂર્વક વિવિધ પ્રકારે પુંખીને માંગલિક ઉપચાર કરી કુમારને નવરાવે છે. પછી અમૂલ્ય અને ઉત્પલ વસ્ત્ર પહેરાવીને પોતાને કરવા લાયક સમસ્ત કાર્યો કરે છે. ગાશી“ચંદનના લેપથી કુમારનાં સર્વ અંગશરૂતના ચંદ્રની કાંતિ વડે ઉજવલ સુવર્ણગિરિ (મેરૂ) ની માફક દીપવા લાગ્યાં. મંદાર
For Private And Personal Use Only