________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તે બાવડે જડાઈ ગઈ હોય ને શું ? અથવા નિદ્રાવશ થઈ હાયને શું ? કિંવા માદક પદાર્થોની ઘેનમાં આવી પડી હોય ને શું? તેમ તેનાં લોચન મીંચાઈ ગયાં અને ગાઢ મૂછધીન થઈ પૃથ્વી પર પડી. ચિતન્ય શૂન્ય થવાથી તેની સખીઓ આજુબાજુએ વીંટાઈ વળી, અને પૂછવાથી કંઈપણ તેણીએ ઉત્તર આપે નહીં, તેથી તેઓ પણ સંભ્રાંત થઈ ચિંતાતુર થઈ ગઈ. અહો ! એકદમ મૂર્શિત થવાનું શું કારણ? એમ વિચાર કરતી હતી તેટલામાં તેના ઉષ્ણ શ્વાસોશ્વાસને લીધે શરીરે દાહ થયે છે એમ જાણું સખીજનેએ તેને પિતાના સ્થાનમાં લઈ જઈ કમલપત્રની શય્યા રચીને તે ઉપર તેને સુવાડી અને તેના માતાપિતાને જલદી સમાચાર આપ્યા. હા દેવ ! અકસ્માત આ અસહ્ય દંડ આપવાનું શું કારણ? વિગેરે બહુ વિલાપ કરતી તેની માતા ચંદ્રવદના પણ ત્યાં આવી પહોંચી. શરીરે દાહ થવાનું કારણ સખીઓને પૂછયું, જ્યારે તેમાંથી કેઈએ પણ જવાબ ન આપે ત્યારે વિચક્ષણા નામે તેની સહચરીને એકાંતમાં લઈ જઈ પૂછયું, તેણીએ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું કે શ્રી સુપાર્શ્વનાથકુમાર ઉપર એનું ચિત્ત આસક્ત થયું છે. કારણકે ઉદ્યાનમાં કિનારીએ સુપાર્શ્વકુમારના ગુણ ગાતી હતી તે સાંભળવાથી કુમારીની આ અવસ્થા થઈ છે. ચંદ્રવદનાએ રાજા પાસે જઈ સર્વ વૃત્તાંત જણાવ્યું. તે
સાંભળી ભૂપતિ બહુ ખુશી થઈ બોલ્યા, સ્વયંવર માટે મૃગાક્ષિ! પ્રથમથી જ મહારે સંક૯પ હતો કે કમારી ગમન. આ કન્યા શ્રી સુપાર્શ્વ કુમારને આપવી, અને
તેજ પ્રમાણે દેવે આની ઉપર મહેટી કૃપા કરી. માટે આ કાર્યમાં જલદી ઉદ્યમ કરવા આપણે ચૂકવું ન જોઈએ. દેવિ ! આ વિચાર પુત્રીને જણાવી શાંત કર. આ પ્રમાણે સ્વામીની આજ્ઞાથી પ્રમુદિત થઈ રાણીએ પુત્રીને પૂર્વોક્ત
For Private And Personal Use Only