________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જે પ્રાસાદ પિતાની સંપત્તિવડે ઇંદ્રના વિમાનને પણ માન રહિત કરે છે. તેમાં વાસ કરતા જગતપ્રભુ પોતાના હૃદયમાં જે કંઈ પણ સુંદર ભાવના કરે છે તે સર્વ વસ્તુઓને કિંકરની માફક દેવતાઓ લાવી તત્કાલ હાજર કરે છે. એક દિવસે સુપ્રતિષ્ઠ રાજા સભામાં બેઠા હતા તેટલામાં
પ્રતીહારીએ નમસ્કારપૂર્વક વિનંતિ કરી, રિમર્દન દેવ ! અમરાવતી નગરીમાંથી રિપુમર્દન રાજાને દૂત રાજાને દૂત આપના દર્શન માટે આવી
ઉભે છે, માટે આપ આજ્ઞા કરી. રાજાએ તરતજ ભ્રકુટીના સંચારથી પ્રવેશની આજ્ઞા આપી એટલે વિલંબ રહિત ઉજવલ ખર્ષથી વિભૂષિત છે હસ્ત જેને એવા દ્વારપાલે દૂત સાથે પુન: પ્રવેશ કર્યો. દૂત પણ પૃથ્વી પર મસ્તક નમાવી નરેંદ્રને પ્રણામ કરી તત્કાલ ગોઠવેલા આસન ઉપર આનંદપૂર્વક બેઠે. ભૂપતિએ સરલ દ્રષ્ટિથી સંભાવના કરી પ્રેમપૂર્વક દૂતને કુશલ વૃત્તાંત પૂછયું કે તમારે અધિપતિ ખુશી આનંદમાં છે ? વળી તમ્હારે આવવાનું શું કારણ ? અતિદક્ષ અને વિનયી દૂત પણ મસ્તકે હાથ જોડી બે, આપના પ્રસાદથી અમારા સ્વામીનું હમેશાં કુશલ હોય તેમાં શી નવાઈ ? રણસંગ્રામમાં પ્રચંડ પરાક્રમ જેને પ્રસરી રહ્યો છે એવા હે નરેદ્રધર્ય ! વળી મહારે અહીં આવવાનું કારણ આપ સાંભળે. અમારા સ્વામીની ચંદ્રવદના નામે ભાર્યા છે, અને તે સમસ્ત અંત:પુરમાં ચૂડામણિ સમાન ગણાય છે, તેમજ તે વિલાસ ભેગમાં પ્રથમ પદને ધારણ કરે છે. અને બહુ ગુણશાલિની સભાગ્ય મંદિરની અધિષ્ઠાયી દેવી સમાન સર્વાગ સુંદર સોમા નામે તેમની પુત્રી છે. હાલમાં તે સર્વ કલાઓ સાથે વન દશાને અનુભવે છે. પ્રતિદિવસે ચંદ્રકલાની માફક તેના શરીરની લાવણ્યતા વધતી જાય છે. જેથી
For Private And Personal Use Only