________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર લગ્ન પ્રસ્તાવ.
(૭૫), તૃષ્ણ વડે આતુર થએલી તરૂણ સ્ત્રીઓ વિકસ્વર નેત્રાંજલિઓ વડે હમેશાં પાન કરે છે છતાં પણ લાવશ્યજળ શરીરના અંદર સમાતું નથી. શીલ અને અવસ્થામાં સમાન એવા ઉત્તમ રાજકુમારે સાથે સુપાર્શ્વકુમાર જૈવન અવસ્થાને ઉચિત વિવિધ પ્રકા૨ના વિલાસે અનુભવે છે. કદાચિત ગીતગોષ્ઠીમાં નિપુણતા ધરાવતા પંડિતની સભાની અંદર ગીત સંબંથિ વિશેષ સ્વરના શાસ્ત્રાર્થમાં હાહા, હૂહૂ વિગેરે દેવ ગાંધર્વોને પણ આશ્ચર્ય ઉપજાવે છે. કદાચિત હર્ષથી મિચાઈ ગયાં છે ને જેમનાં એવા જગપ્રભુ એકાંતમાં કિંનરીઓએ મધુર ધ્વનિથી ગાએલું પોતાનું સુચરિત્ર સાંભળે છે. કદાચિત્ ધનુક્કીડાના પરિશ્રમને દૂર કરવા માટે સ્નાન કરતી વારાંગનાઓનાં મુખવડે કમલેની ભ્રાંતિને ઉત્પન્ન કરતી દીધિકા (વાપી) એમાં જગત્મભુ જલ ક્રિીડા કરે છે. કદાચિત્ અશ્વમેલનની કીડામાં બહુ વેગથી અશ્વ ચલાવતા પ્રભુ લાવણ્ય કાંતિવડે જાણે સ્વેદ જળથી વ્યાપ્ત હોયને શું? તેમ શોભે છે. કદાચિત સ્થિર આસન કરી દુઃખે દમન કરી શકાય તેવા મદોન્મત્ત હસ્તિઓનાં કુંભસ્થલોમાં તીણ અંકુશ ધારણ કરી તેઓને મદ ઉતારે છે. એ પ્રમાણે વિવિધ કીડારસ અનુભવતા પ્રભુના લેશમાત્ર પણ ચરિત્રનું પરમતત્વની માફક જે પુરૂષ શિક્ષણ લે છે તે વિદ્વાનને સમય આનંદમાં વ્યતીત થાય છે, તેમજ તેની કીર્તિ સર્વ દિશાઓમાં પ્રસાર પામે છે, એટલું જ નહીં, પરંતુ અત્યંત બલ, વીર્ય અને વિશેષ વિજ્ઞાન નપણું પ્રાપ્ત થાય છે. વળી જગપ્રભુના નિવાસ માટે દેવેએ જેની અંદર સુવર્ણ, મણિ અને વૈર્ય રને રહેલાં છે એવા મેરૂની માફક સર્વ સમૃદ્ધિઓથી સંપૂર્ણ ભરેલ અને આકાશતલને સ્પર્શ કરતે મહાન એક પ્રાસાદ ર, જેમાં ભેજન, સ્નાન અને વિલાસ કરવાના મંડપની પૃથક પૃથક રચના કરેલી છે. વળી
For Private And Personal Use Only