________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર લગ્ન પ્રસ્તાવ.
(13)
સ્ત્રીએ એક બીજીના હસ્તકમલમાંથી પ્રભુને પેાતાના ઉત્સંગમાં રમાડતી છતી કૃતાર્થતા માને છે. મહંમદ ગમન કરતા પુત્રને જોઈ માતાપિતા પણ આનંદસુખ અનુભવવા લાગ્યાં. કુજ, વામન વિગેરે ખેલ કરનારા લોકો પાતાના આંગની વિકૃતિ સાથે કુમારને બહુ વિનેાદ કરાવે છે. તેમજ સ્વર્ગાધિવાસની માફક દેવતાઓ પણ કુમારની સેવામાં હાજર રહે છે. વળી સભ્રમ સહિત યુવતિજન પ્રભુનાં દન કરી વિશાલ નેત્રાનું સલપણ્ માને છે. એ પ્રમાણે પાલન કરાતા પ્રભુનું મુખારવિંદ માતીની પંક્તિ સમાન નવીન દંતશ્રેણીથી મનેાહર શાભવા લાગ્યું. મેરૂગિરિની ગુહામાં ઉછરતા કલ્પવૃક્ષની માફ્ક જગત્પ્રભુ પ્રતિદિવસ વૃદ્ધિ પામવા લાગ્યા, અનુક્રમે શરીરના સર્વ અવયવા સંપૂર્ણ શાલવા લાગ્યા.
સમસ્ત જનેને માનદદાયક અને રૂપલક્ષ્મીને રહેવાને કમલ સમાન પ્રભુને કુમાર અવસ્થા પ્રાપ્ત કુમાર અવસ્થા. થઇ એટલે લગભગ પ્રભુ આઠ વર્ષના થયા. જેમનું સુખ તમાલ વૃક્ષના ગુચ્છ સમાન શ્યામ અને કુટિલ કેશવડે ભ્રમર વૃંદથી વ્યાપ્ત થએલા વિકસ્વર કમલની માફક શેાલે છે. જેમના બન્ને કાન જનસમાજના મનરૂપી મૃગલાઓને ખાંધવામાં પાશ સમાન સૈાભાગ્ય ગર્વને વહન કરે છે. જેમના કંઠભાગ માગામિ ચાવન અવસ્થાના પ્રવેશ માટે સ્થાપન કરેલા પરિપૂર્ણ વદનરૂપી કલશના સુપ્રતિગ્રહ ( ગળા ) ની માફક શેાલે છે. લીલાવડે ઉચ્ચાર કરતા જેમની ઉજ્જવલ ક્રૂ તક્તિ શરીર સંબધિ લાવણ્ય લક્ષ્મીના મૈાક્તિક હાર હાયને શુ ? તેમ દીપે છે. વળી નખકાંતિરૂપી છે. પુષ્પા જેમનાં અને હસ્તરૂપી લાલ પદ્મવા વડે અતિ રમણીય અને ઉત્તમ સ્થૂલમાં ઉત્પન્ન થએલી વિશાલ જેમની ભુજાઓ અશાક લતાની
For Private And Personal Use Only