________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૭૧) પ્રમાણે પ્રશંસા કરી નરેંદ્રની આગળ તેઓએ હસ્તિ, અશ્વ, આભૂષણ, મણિરત્ન અને અમૂલ્ય વસ્ત્ર વિગેરે ભેટ મૂકી. ભૂપતિએ પણ પાન સોપારી આપ્યા બાદ પુષ્પહાર, વસ્ત્ર, અને અલંકારોથી યથોચિત સત્કાર કરી સર્વને પોતપોતાના સ્થાનમાં વિદાય કર્યા. પુત્રના મુખારેકન માટે બહુ ઉત્સુક થએલ સુપ્રતિષ્ઠરાજા
અવસર જાણ હર્ષભર સભામાંથી ઉઠી પુત્રાવલોકન. જીનેન્દ્રના જન્મસ્થાનમાં ગયા. જેની અંદર
મણિરત્નથી બાંધેલી ભૂમિ ઉપર મહટા સ્વસ્તિક (સાથીઆ ) એ પૂર્યા છે, તેમજ અગ્રભાગમાં સેનાનાં મુશલ (સાંબેલાં) ઉભા કર્યા છે, વળી પુત્રના રક્ષણ નિમિત્તે અન્ય કેટલાંક સાધને ત્યાં દાખલ કર્યા હતાં, દ્વારપ્રદેશમાં બન્ને બાજુએ સ્થાપન કરેલા પૂર્ણ કલશોની ઉપર બહુ વિકસ્વર કમલે શોભતાં હતાં, શર૬ રૂતુના સૂર્ય સમાન તેમજ રનરાશિ અને તેજના સમૂહની માફક સમસ્ત ભવનમાં ઉદ્યોત વિસ્તારતા એવા જીતેંદ્રનાં દર્શન થયાં. અપૂર્વ કાંતિ જે વિસ્મય અને હર્ષમાં નિમગ્ન થએલ ભૂપતિ વિચારવા લાગ્યા, અહો ! ઉત્પન્ન થતા માત્રમાં જ આ બાળકની કાંતિ કઈ અદ્ભુત દેખાય છે, તેમજ અપૂર્વ લાવય, અસાધારણ રૂપસંપત્તિ, મર્યાદારહિત સંદર્ય અને અખંડિત સૈભાગ્ય આ બાલકમાંજ આવી રહ્યું છે. તેથી સમગ્ર પુણ્યનું સ્થાન હારૂં કુલજ ગણાય. અહા ! આ સમયે હારા ભાગ્યનો પાર રહ્યો નથી, કારણકે સંપૂર્ણ લક્ષણવંત આ પુણ્યશાળી પુત્રરત્ન પ્રગટ થયે. એ પ્રમાણે બહુ વિચાર કરી ભૂપતિએ જન્મદિવસે તીર્થકરની સ્થિતિપતિકા એટલે જન્મસંસકારની ક્રિયા કરી. ત્રીજે દિવસે બાલકને સૂર્ય ચંદ્રના દર્શન કરાવ્યાં, એમ અનુક્રમે મહા આનંદદાયક છઠ્ઠો દિવસ આવ્યું, તે દિવસે મનહર સમસ્ત ઇતૈિયેથી સુશોભિત, રોગ રહિત
For Private And Personal Use Only