________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
રીત થએલાં તેનાં વસ્ત્ર જોઈ વિટ-વ્યભિચારી પુરૂષો હુસવા લાગ્યા અને તે હાસ્યના કાલાહલ સર્વ દિશાઓમાં વ્યાપ્ત થઇ ગયા. ધનમાં લુબ્ધ થએલા યાચકજનાને બહુ છુટથી દાન અપાય છે, વળી દાન આપવાથી ખાલી થએલા ભંડારામાં કુબેર સુવર્ણની વૃદ્ધિ કરે છે. સેનાના ઈંડવાળી હજારો ધ્વજ પતાકાઓ સૂર્યાસ્તના દેખાવ આપી રહી છે. અતિ સૌંદર્ય શાળી રમણીજનાના પ્રમાદ ગીતથી વાચાલિત, તેમજ ગીતકલાના દક્ષ ગાયકાના મધુર સ્વરથી સર્વ દિશાએ શબ્દમય થઇ રહી છે. વિવિધ આભૂષણૈાથી વિભૂષિત બહુ નાગરિક જના માંગલિક ક્રિયા કરવામાં વ્યગ્ર બની ગયા છે, અખંડ કલ્યાણના આપવાવાળા જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાઓની અષ્ટ પ્રકારે પૂજાએ પ્રવર્તે છે, અને પૂજાએનાં દર્શન કરી ઉચ્છ્વાસ પામતા શ્રાવક જના પ્રભુના ગુણ્ણાનું કીન કરે છે. મા પ્રમાણે ઉચિત સત્કાર વિધિથી સુ ંદર વૈભવવાળી વારાણસી નગરી સ્વર્ગ પૂરીની માફ્ક બહાર અને અંદરથી રમણીય દેખાવા લાગી. વળી સર્વત્ર દેશમાં જે કર લેવામાં આવતા હતા તે છેડી દેવામાં આવ્યા તે અનુચિત ન ગણાય. તેમજ રાજમદિરમાં ભૃત્ય અને રાજલેાકમાં વિશેષપણું જોવામાં આવતું નથી. એ પ્રમાણે નગરીમાં મહાત્સવની પ્રવૃત્તિ થયે છતે સુપ્રતિષ્ઠ રાજા સ્રાન કર્યા બાદ ઉત્તમ વસ્રા લંકાર ધારણ કરી સભાસ્થાનમાં સિંહાસન ઉપર આરૂઢ થયા, એટલામાં મંત્રી, સામ ત વિગેરે સભ્યજના ત્યાં આવ્યા, અને નરે દ્રને નમસ્કાર કરી પ્રાર્થનાપૂર્વક ખેલ્યા, દેવ! શરીરે આરાગ્યતા, શત્રુના પરાજય, વિશાલ રાય અને અક્ષય ધનસંપત્તિ વિગેરે દરેક સાધનાથી સર્વ પ્રકારે આપને જય વર્તે છે. આપને ત્યાં ત્રણ લેાકના ચૂડામણિ સમાન અને પોતાના કુલરૂપી નભસ્તલમાં પૂર્ણ ચંદ્ર સમાન આવા અલૈકિક સપુત્રના જન્મ થયે. એ
For Private And Personal Use Only