________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકરજન્મ પ્રસ્તાવ.
જન્મ થયો. શ્રવણ માત્રથી પ્રમુદિત થઈ રાજાએ તેઓને દાસપદવને દૂર કરનારું ઈચ્છાથી પણ અધિક દાન આપ્યું, અને તરતજ ભૂપતિએ જન્મમહોત્સવની આજ્ઞા આપી. એટલે અધિકારીઓ પિોતપોતાના અધિકાર પ્રમાણે દરેક કાર્યોમાં ઉઘુક્ત થયા. દરવાજા, ચોટા, શેરીઓ અને વિશાલ રાજમાર્ગો શુદ્ધ કરાવ્યા, પછી સર્વત્ર કુંકુમજલ ઈટાવ્યાં, તેમજ ઉછળતા તીવ્ર સુગંધના લેભને લીધે એકઠા થયેલા ભ્રમરાઓના ગુંજારવથી વ્યાપ્ત એવાં અનેક પ્રકારનાં પુષ્પોની રચના થવા લાગી. દરેક સ્થાને સેનાની ધૂપઘટિકાઓ
સ્થાપવામાં આવી. અગુરૂ કપૂર વિગેરે ઘપના ધુમાડાથી સર્વ દિશાઓ અંધકારમય દેખાવા લાગી, તેમજ ઉપરના ભાગમાં લટકતી મૌક્તિક રત્નોની માળાઓથી દષ્ટિને હરણ કરતા, ચામરરૂપી કેશકલાપથી વિભૂષિત, ઘણે ઉંચા અને સ્થલ સ્તંભે ઉપર સ્થાપન કરેલી સુંદર પુત્તલીએથી મને હર, પવનને લીધે નાદ કરતી ઘુઘરીઓ સહિત હજારો પતાકાઓથી બહુ રમણીય, અને અતિ હર્ષને લીધે મત્ત થઈગાયન સાથે નૃત્ય કરતી યુવતિજનેએ વિસ્તાર્યો છે મહિમા જેમને એવા સુંદર કાંતિમય રત્નોથી જડેલા મંચે ગોઠવવામાં આવ્યા. વળી દરેક ભવન દ્વારમાં પૂર્ણ કળશ સ્થાપવામાં આવ્યા, તરૂણ સ્ત્રીઓ વિલાસ સહિત નૃત્ય કરવા લાગી, માંગલિક સૂચનાપૂર્વક દરેક સ્થળે વધામણીઓ અપાવા લાગી. ગૃહ, હાટ, હવેલીઓ અને દરવાજા વિગેરે સ્થાનોમાં અતિ વિસ્તારવાળાં પલ્ફનાં તોરણે બાંધવામાં આવ્યાં, કીડાપૂર્વક મુશલ અને હજારો ધુંસરાઓને ત્યાગ કરાવ્ય, દેવાદાર લોકોને દેવું ચુકાવી દેવામાંથી છુટા કયો, બહુ અપરાધી જનેને પણ બંદિખાનેથી મુક્ત કર્યો, તેમજ બહુ સમુદ્ધિવાળા મહોત્સવની પ્રવૃત્તિ થવા લાગી, જેની અંદર નૃત્ય કરતી મર્દોન્મત્ત પ્રમદાની મેખલાઓ ખસી જવાથી વિપ
For Private And Personal Use Only