________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વચન સાંભળી અમેદવડે પિતાના આત્માને કૃતાર્થ માનતી શેઠાણીએ પણ સોનાના થાળમાં ઘત સાકર સહિત સુંદર પરમાન ભરી પ્રભુને હેરાવવા વિનતિ કરી, ત્યારે ભગવાને પણ જ્ઞાનથી સારી રીતે અવલોકન કરી શુદ્ધ એ તે આહાર પોતાના કરસંપુટમાં ગ્રહણ કર્યો. તે સમયે દેવોએ આનંદ પૂર્વક દુંદુભિનો નાદ કર્યો. અહે દાન, અહે દાન એ પ્રમાણે તેણે ઉદ્ઘોષણું કરી વિગેરે સર્વ અતિશય પ્રગટ થયા. અહે! આ દુનિયામાં સત્યાત્રને સમાગમ, તેમજ દાનકર્તાને ઉત્તમ ભાવ અને શુદ્ધ દ્રવ્યને યોગ મળ બહુ દુર્લભ છે. વળી પિતાના કરસંપુટમાં ગ્રહણ કરે તે આહાર પ્રભુ ત્યાં ઉભા રહીને જ વાપરી ગયા. પરંતુ તેમના અતિશય પ્રભાવને લીધે કોઈ પ્રાણું દેખી શક્તા નથી. તે પ્રમાણે. શાસ્ત્રમાં કહ્યું છે કે
परमाइसयजुयाणं, हवंति तित्येसराण सव्वकालं ।
आहारा नीहारा, अदिस्सा चम्मचकलणं ॥ અર્થ–ભગવાનના એવા અતિશય હેય છે કે જેથી ચર્મચક્ષણ પ્રા-- ઓ તેમના આહાર અને નીહારને કઈ વખત દેખી શક્તા નથી. આ પ્રમાણે અનેક મુનિઓ સાથે વિચરતા ભગવાન કર્મરૂપી શત્રુસેન્યને સર્વથા નિર્મળ કરતા છદ્મસ્થ દશામાં નવ માસ વ્યતીત થયા બાદ અનેક દેશમાં વિહાર કરી નજીકમાં કેવળજ્ઞાનને સમય જાણી વારાણસી નગરીની ઇશાન કાણમાં સુંદર કુસુમ તથા પલવોથી વિભૂષિત વૃક્ષે જેમાં રહેલાં છે એવા સહસ્સામ્રવનમાં જગત પ્રભુ પધાર્યા. અધજ્ઞાનથી પિતાનું કાર્ય જાણું સુરેદ્રો પોતપોતાના પરિવાર સહિત પ્રભુની પાસમાં આવીને દીવ્ય સમવસરણની રચના કરી ભક્તિભાવમાં લીન થઈ પ્રભુની આગળ બેઠા, શ્રીમાન સુપાર્શ્વપ્રભુએ ચતુર્વિધ પરિષદ્દન અંદર જન ગામિની મધુરવાણી વડે દરેકને સાનુકૂલપણે ધર્મદેશના પ્રારંભ કર્યો. જેની અંદર મુખ્ય શ્રોતા દાનવીર્ય રાજા છે. શ્રીમાન સુપાર્શ્વપ્રભુ પૂર્વોકત રાજાના પ્રશ્નના અનુસાર વકતા તરીકે ધર્મના ઉપદેષ્ટા છે. મુનિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ અનુક્રમે ધર્મતની ઉકિત કરવામાં આવી છે. દરેક ધર્મ તનું રહસ્ય સમ્યકત્વ વ્રતમાં સમાયેલું છે; કારણ કે
For Private And Personal Use Only