________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર,
બનાવેલું વિમાન માનવ લેાકનુ જાણે શિખર હેાયને શુ ? તેમજ પુર્વોપાર્જીત પુણ્ય રૂપી કલ્પવૃક્ષનું જાણે મનેાહર ફલ હાયને શુ ? વળી ત્રણે લાકના મુખ્ય પરમાના સંગ્રહ કરી બનાવેલુ હાયને શુ ? તેમજ વિસ્તારમાં લક્ષ યાજન અને ઉંચાઇમાં પાંચ હજાર ચેાજન પ્રમાણ છે જેનું એવું વિમાન સુરેદ્રની આજ્ઞાથી પાલકદેવે સભ્રમ સહિત તૈયાર કર્યું અને ઝડપથી ચલાવેલા તે વિમાનમાં એસી સુરેંદ્ર ક્રોડ દેવાની સાથે ત્યાંથી ચાલ્યા. શીઘ્રગતિએ તિર્યં ીપાના મધ્યભાગમાં થઇ નદીશ્વરદ્વીપમાં દક્ષિણ અને પૂર્વ દિશાના મધ્ય પ્રદેશમાં રહેલા રતિકર પર્યંત ઉપર ગયા. ત્યાંથી અનુક્રમે દેવરૂદ્ધિ, દ્વિવ્ય એવી દેવતાઓની કાંતિ, દેવ મહિમા અને ત્યા રબાદ વિમાનાના ઉપસ દ્વાર એટલે સ કેચ કરી જ્યાં ભારતક્ષેત્ર, વારાણસી નગરી અને જીન જન્મભવન છે તે માગે પ્રયાણ કરતા દેવ અને દેવીઓ સહિત સાધર્મેદ્ર અનુક્રમે સુપ્રતિષ્ઠ નરેદ્રના ભવનમાં આવ્યા. દિવ્ય વિમાનવડે અનેદ્રના જન્મભવનની ત્રણવાર સબ્ય પ્રદક્ષિણા કરી પેાતાનું વિમાન ત્યાં મૂકી ઉત્તર અને પૂર્વના મધ્યભાગમાં એટલે માંગલિક ઇશાન કાણુમાં જ્યાં તીથંકર અને તેમની માતા વિરાજે છે ત્યાં પેાતાની મુખ્ય આઠ પટરાણીએ અને ચારાશિ હજાર સામાનિક દેવસહિત સુરપતિએ પ્રવેશ કર્યાં. દષ્ટિગોચર થતાંજ પ્રણામ કરીને માતાસહિત તીથ કર પ્રભુની ત્રણ પ્રદક્ષિણા કરી પુન: નમસ્કાર કર્યાં.
અત્યંત હર્ષાને લીધે રામાંચરૂપી કંચુકને ધારણ કરતા સુરેદ્ર વિશેષ પ્રકારે પૃથિવી દેવીની સ્તુતિ કરવા લાગ્યો. પોતાના કુલરૂપી ગંગનાંગણુમાં પૂર્ણ ચંદ્ર સમાન કાંતિવાળી અને ત્રણ ભુવનમાં શીલ વિગેરે પ્રધાન ગુણ શ્રેણીને વહન કરવામાં ઉત્તમ ભૂમિરૂપ એવી હૈ દવે ! આ જગત્માં આપે ઊત્કૃષ્ટ જય વત્તìબ્યા,
સુરેદ્ર સ્તુતિ
For Private And Personal Use Only