________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર જન્મ પ્રસ્તાવ
(૫૯) અને દિમૂઢ બની ગયા હોય ને શું ? એમ કર્તવ્ય શૂન્ય થઈ ગયા. ક્ષણમાત્રમાં ઘંટનાદ શાંત થયે એટલે સાવધાન થએલા દેવોને સુરેંદ્રની આજ્ઞા હરિણગમેષિ દેવે કહી સંભળાવી. તે સાંભળી પ્રભુને જન્મ મહોત્સવ જાણું સર્વ દેવતાઓ બહુ આનંદ પૂર્વ તૈયારી કરવા લાગ્યા. પ્રથમ ક્રીડા વાપી [ વાવ્ય] માં સ્નાન કરી કરના મિશ્રણ સાથે ચંદન રસના શરીરે લેપ કર્યો. તેમજ અદ્ભુત કાંતિમય સુકમળ અને સ્વચ્છ દેવદૂષ્ય ધારણ કર્યા, કામવાસનાઓને સર્વથા ત્યાગ કરી કંઠસ્થળમાં મનેહર મુક્તાહારો પહેર્યા. વળી ઊત્તમ પ્રકારનાં કડાં, બાજુબંધ અને મણિમય મુકુટની સ્કારકાંતિવડે ગગન તલને દીપાવતા તે. મજ પિતાના સ્વરૂપથી કામદેવને લજાવતા પરિવાર સહિત સર્વ દેવતાઓ પોતાના સ્થાનમાંથી નીકળવા લાગ્યા. કેટલાએક ચીનાં શુકના આડંબરથી અનેક પ્રકારે શણગારેલા ઊન્નત અશ્વ, હાથી, વરાહ, મૃગ અને મઘર વિગેરે વાહનપર આરૂઢ થયા. વળી કેટલાક મણિમય ઘુઘરીઓના રણકારથી દિશાઓને ગજવતાં ભવ્ય વિમાનમાં બેઠા, તેમજ કેટલાક શાર્દૂલ, શરમ, સિંહ, હંસ અને વૃષભ ઉપર વિરાજમાન થયા, એ પ્રમાણે પોતતાનાં સૈન્ય તથા દેવીઓ સહિત સર્વ દેવતાઓ પ્રમાદપૂર્વક સુરેંદ્ર પાસે આવ્યા. જેની અંદર સ્વચ્છ મુક્તાહારની પંક્તિઓ લટકતી દેખાય
છે. વળી ટિક રત્નની બનાવેલી પુત્તસુરેદ્રપ્રયાણ લીઓથી જડેલાં દ્વાર જેમાં અદ્દભુત શોભા
આપી રહ્યાં છે, તેમજ એક હજાર સ્તંભે બંધારણ જેમાં ગોઠવેલું છે, અપૂર્વ ઝણકાર વિસ્તારતી ઘંટાએની શ્રેણીઓથી શ્રવણેદ્રિયને સુખદાયક ઉત્કટ પવનને લીધે ફરકતી ધ્વજાઓથી સુપ્રસિદ્ધ અને સેળ પ્રકારનાં નિર્મલ રત્નથી
For Private And Personal Use Only