________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રદેશમાં સુવર્ણમય મંગલકલશ સ્થાપન કરેલા છે. અદભુત રૂપશાલી પુતલીઓથી વિભૂષિત અને બહુ વિસ્તારવાળાં તે ભવને રમણીય દેખાય છે. તેઓના મધ્યભાગમાં ત્રણ સિંહાસને સ્થાપન કરે છે. જેઓના નીચેના વિભાગ અમૂલ્ય મણિઓથી વિભૂષિત અને વિસ્તારમાં મેરૂગિરિની શિલાને અનુસરે છે. વળી તેઓ પિતાના કિરણુજાળથી ઇંદ્રધનુષની રચના આપી રહ્યા છે. ત્યારબાદ બહુ ભક્તિપૂર્વક કરસંપુટમાં તીર્થકર અને તેમની માતાને ધારણ કરી દક્ષિણ દિશાના ચતુશાલ ભવનમાં સિંહાસન ઉપર બેસારે છે. પછી પરમ હર્ષપૂર્વક તેઓ બહુ સુગંધમય શત પાક અને સહસ્ત્રપાક તૈલવડે બન્નેનાં અંગ મર્દન
ર્યા બાદ ત્યાંથી ઊપાડી પૂર્વાભિમુખ ચતુશાલ ભવનમાં પ્રવર સિંહાસન ઉપર બન્નેને બેસારી સુગંધિત ઊઠત્તનથી મર્દન કરી ગંદક, પુપાદક અને શુદ્ધોદક વડે અનુક્રમે સ્નાન કરાવી શ્રેષ્ઠ મણિરત્ન અને સુવર્ણના અલંકારોથી શણગારે છે. તદનુ ઊત્તરદિશામાં રચેલા ચતુશાલ ભવનમાં વિશાલ સિંહાસન ઊપર બન્નેને સ્થાપન કરી શાંતિ નિમિત્તે ગશીર્ષ ચંદનના કાણો વડે હોમ કરે છે. જો કે જીનેંદ્રભગવાનની રક્ષાત પોતાના પ્રભાવથીજ થએલી છે છતાં અમારો આ કલ્પ [આચાર છે એમ જાણી તેઓએ ભગવાનને રક્ષાપટ્ટલી બાંધી. સાત કુલપર્વત સમાન આપનું દીર્ધાયુષ થાઓ, અને સર્વત્ર અખંડિત આજ્ઞા પ્રવર્તે, એમ ઉચ્ચાર કરતી તેઓ તેમના કર્ણમૂલમાં રત્નમણિએને અથડાવે છે. વળી ભક્તજનના વાંછિત દાયક તેમજ રેગ તથા શકને દૂર કરનારા પ્રભુ થાઓએમ કહી તે બન્નેને જન્મગૃહમાં સ્થાપન કરે છે. ત્યારબાદ મધુરસ્વરથી જીતેંદ્ર ભગવાનના ગુણેનું કીર્તન કરતી સર્વે દિકુમારીઓ પ્રદપૂર્વક પૃથિવી દેવી પાસે ઊભી રહે છે. આ પ્રમાણે જીનેશ્વરના જન્મ સમયનાં દરેક કાર્ય છપન્ન દિકકુમારીઓએ અપાર હર્ષથી જલદી સંપૂર્ણ કર્યાં.
For Private And Personal Use Only