________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૫૩) તે સમયે સહસા સમસ્ત લેકેને આનંદ આપતે મંદ,
શીત અને સુગંધિત વાયુ આકાશમંડળમાં જન્મ સમયની સંચાર કરવા લાગ્યા. ક્ષણમાત્રમાં ચરાચર શાંતિ. પ્રાણિઓને અત્યંત સુખદાયક અને બહુ આ
શ્ચર્યજનક એવો ઉદ્યોત નરકસ્થાનેમાં પણ પ્રગટ થયે. તેમજ વાયુ દેએ પિતાનું કર્તવ્ય સમજી ભૂમંડલ શુદ્ધ કર્યું, મેઘકુમારએ ગંદકની વૃષ્ટિ કરી તેથી પૃથ્વીના રજકણે સર્વ શાંત થઈ ગયા. રૂતુદેવીઓએ પંચરંગી પુષ્પો લાવી ત્યાં ઢગલા કર્યા, સમકાલ અનિદેવીઓએ પ્રદીપ પ્રગટક્ય, કુબેરની આજ્ઞા થવાથી જભકદેએ રાજભવનમાં અમૂલ્ય રત્ન, સુવર્ણ, વસ્ત્ર અને આભરણરાશિની વૃષ્ટિ કરી. તે સમયે દેવ અને દેવીઓના ગમનાગમનવડે વારાણસી નગરી ઇંદ્રપુરી (અમરાવતી) સમાન શોભવા લાગી. અવધિજ્ઞાનવડે પ્રસૂતિ કર્મને અવસર જાણુ ભગંકરા,
ભગવતી, સુભેગા, ભેગમાલિની, તોયધરા, સૂતિક યિા. વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામે
આઠ દિકુમારીઓ અધોલોકમાંથી ત્યાં આવે છે. તેઓ ઊત્તમ વિમાનમાં બેઠેલી હતી, તેમજ દરેકની સાથે સહસ સામાનિક દેવો અને સાત સાત સેનાધિપતિ રહેલા છે. વળી ઐરાવત હસ્તિના કુંભસ્થળ સમાન સ્તનમંડલ અને વિવિધ આભૂષણેથી જેઓનાં શરીર મનહર દીપતાં હતાં, એવી તે સર્વે દિકકુમારીઓ નેંદ્રની માતા પાસે આવી, બહુ ભક્તિ વડે ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદન કરી તે સર્વે કોકિલા સમાન મધુર કંઠથી એક સાથે સ્તુતિ કરવા લાગી. હે દેવિ ! ત્રણ ભુવનની સ્ત્રીઓમાં તમે ચૂડામણિ સમાન વર્તે છે, વળી સુકેમળ અને સુંદર આંગળીઓ રૂપી અદ્ભુત પત્રથી વિરાજીત આપના ચરણકમળમાં
For Private And Personal Use Only