________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પૃથિવી દેવીને કેટલોક સમય નટ અને નાટકના સુંદર ખેલ
જેવામાં રોકાય છે. કેટલાક સમય દુઃખી અને દેવીની વિવિધ દીન જનને દાન આપવામાં વ્યતીત કરે છે. પ્રવૃત્તિ. કદાચિત્ શ્રવણેન્દ્રિયને સુખદાયક એવાં પ્રા
ચીન સપુરૂષનાં ચરિત્ર સાંભળે છે. કેઈક વખત પિતાની સખીઓ સાથે નગર શોભા જુએ છે. કદાચિત પોતાના બંધુ જનેની સ્ત્રીઓ સાથે હાસ્યવિનોદ કરે છે. કદાચિત ધર્મ સંબંધિ કથા વાર્તાઓ સાંભળે છે. એમ વિવિધ પ્રકારે આચરણ કરતાં પૃથિવી દેવી પિતાના ગર્ભનું પાલન કરે છે. સર્વ રૂતુઓમાં સુખકારક આહારનું સેવન કરે છે. કોઈ પણ બાધક પદાર્થને સ્પર્શ કરતાં નથી. વળી અતિ ઉષ્ણ, અતિ મધુર, અતિ તિક્ત, અતિ ખાટા, અતિ કડવા, અતિ કષાય, અતિ શીત અને અતિ ક્ષારમય ભજનને સર્વથા અનાદર કરે છે. તેમજ ગર્ભના પ્રભાવથી દેવીને જે જે દેહલા ઉત્પન્ન થયા તે સર્વ સિદ્ધ થયા, અને સુપ્રતિષ્ઠ નરેંદ્રના રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ. ગર્ભને સમય પૂર્ણ થવાથી જ્યેષ્ઠ શુદિ દ્વાદશીના દિવસે
રાત્રિના બીજા પ્રહરે ઊત્તમ મુહૂર્તમાં, જન્મ સમયે, દ્વિતીયા તિથિ જેમ નવીનચંદ્રને, ઊત્તમ
શુક્તિકા (છીપ) જેમ અમૂલ્ય મેતીને, અને સુમેરૂ પર્વત જેમ કલ્પવૃક્ષને પ્રગટ કરે છે તેમ પૃથિવી દેવીએ પુત્રરત્ન પ્રસન્થો. તે સમયે તુલા રાશિનો ચંદ્ર હતું, તેમજ સૂર્ય, મંગલ, શુક્ર, બુધ અને શનિ એ પાંચ ગ્રહો ઊચ્ચ સ્થાનમાં તથા બૃહસ્પતિ કેંદ્રસ્થાને હતે. વળી જન્મ નક્ષત્ર વિશાખા હતું. ત્રણ ભુવનમાં દિવાકર સમાન તેજસ્વી કાંતિથી પરિકલિત તે બાળકને જોઈ પૃથિવી દેવી પૂર્વ દિશાની માફક શોભવા લાગી.
For Private And Personal Use Only